Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

મહાશિવરાત્રી મેળામાં જડબેસલાક પોલીસ બંદોબસ્ત અભેદ સુરક્ષા કવચઃ રર સીસી ટીવી કેમેરાની રહેશે બાજનજર

રેન્જ આઇ જી પી શ્રી રાજકુમાર પાંડીયન અને એસ પી નિલેશ જાજડીયાના માર્ગદર્શન હેઠળ જુનાગઢ : દક્ષિણ રેન્જ ઉપરાંત રાજકોટ રૂરલ સુરેન્દ્રનગર દ્વારકા જામનગરની પોલીસ ખડેપગે તૈનાત

જુનાગઢ તા.૭: શુક્રવારથી શરૂ થઇ રહેલ મહાશિવરાત્રી મેળામાં પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે તેવી ધારણા સાથે ભાવિકોની સુખાકારી માટે તંત્ર સજ્જ થયુ છે.

મેળો લોકો શાંતિમય રીતે માણી શકે તે માટે જીલ્લા કલેકટર શ્રી ડો.રાહુલ ગુપ્તાના અધ્યક્ષસ્થાને જુનાગઢ રેન્જના આઇજીપી શ્રી રાજકુમાર પાંડીયનના માર્ગદર્શન  હેઠળ એસપી નિલેષ જાજડીયાની રાહબરી હેઠળ જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે.

આ મેળામાં ૮ ડીવાયએસપી ર૪ પીઆઇ ૧૦૩ પીએસઆઇ ૧૦૧૩ પોલીસ પ૪૦ હોમગાર્ડ ૩ એસઆરપી કંપની ચોકી એસઆરપીના તાલિમી ૪૦૦ જવાનો રર સ્થળોએ સીસી કેમેરા દ્વારા લોકોની હિલચાલ ઉપર પોલીસની બાજનજર રહેશે. ૪ કયુ આરસી ટીમ ર બોમ્બ ડિસ્પોજેબલ સ્કવોડ સ્નીફર ડોગ સ્કવોડ ઉપરાંત ૩૦ થી વધુ પોલીસ રાવટી ઉભી કરવામાં આવશે. જુનાગઢ દક્ષિણ રેન્જ હેઠળના પોરબંદર ગિર સોમનાથ જુનાગઢ ઉપરાંત  રાજકોટ રૂરલ મોરબી સુરેન્દ્રનગર દ્વારકા જામનગર સહિતના જીલ્લાઓમાંથી પોલીસ અધિકારીઓ કર્મચારીઓનો બંદોબસ્ત દોઠવવામાં આવનાર છે.

આ મેળાને અનુલક્ષીને તંત્ર દ્વારા ખાસ સ્કીમ માસ્ટર પ્લાન તૈયાર થઇ રહ્યો છે. જુનાગઢ શહેરની ભાગોળેથી પ્રવેશતા દરેક વાહનો મેટલ ડીટેકટરથી ચેક કરવામાં આવશે. મેળા દરમ્યાન કોઇ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એસપી નિલેશ જાજડીયા દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. જેમાં શ્રી નિલેશ જાજડીયાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી એમ એસ રાણા એલસીબીના ઇ.ચા. પી.આઇ. આર. કે. ગોહિલ એસઓજીના ઇ.ચા. પીઆઇ જે બી કરમુર એ ડીવીઝન પીઆઇ પી એન ગામેતી બી ડીવીઝન પીઆઇ એમ એ વાળા ટ્રાફિક શાખાના પીએસઆઇ એમ જી બાલસ ભવનાથ પો. સ્ટે.ના પીએસઆઇ કે એમ મોરી અને અન્ય જીલ્લાઓમાંથી આવેલ પોલીસ સ્ટાફ ખડેપગે ફરજ બજાવશે.

(11:37 am IST)