Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

બોર્ડ-નિગમના ઇપીએફ પેન્શનરોને માત્ર ૩૦૦ થી ૨૦૦૦ પેન્શન ચુકવાતા કચવાટ

ભુજ તા.૭: ગુજરાતના તમામ જિલ્લાઓના એસ.ટી.નિગમ, ડેરી વિકાસ નિગમ, નાગિરક પૂરવઠા નિગમ, જી.એમ.ડી.સી., હસ્તકલા નિગમ, પી.જી.વી.સી.એલ., તમામ બોર્ડ/નિગમ તેમજ પ્રેસ, ઇફકો, ફેકટરીઓ, કંપનીઓ,સહકારી બેંકો, નોંધાયેલ સંસ્થાઓ અને ટ્રસ્ટોના પેન્શનરોને ઇપીએસ ૧૯૯૫ યોજનામાં જોડીને હાલમાં પેન્શન ન કહી શકાય તેવા નજીવા દરે રૂ.૩૦૦ થી ૨૦૦૦ સુધીનું પેન્શન ચુકવાઇ રહેલ છે.આ માટે કચ્છ જિલ્લાના તમામ પેન્શનરોને મળતા ઓછા દરના પેન્શન અંગે રાષ્ટ્રપતિશ્રી, વડાપ્રધાનશ્રી, શ્રમ અને રોજગાર મંત્રીશ્રી, મા.શ્રી કાયદો અને ન્યાય મંત્રીશ્રી, ભારત સરકાર, નવી દિલ્હી, તેમજ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટ, નવી દિલ્હી તથા ગુજરાતના મા. નાયબ પ્રધાનમંત્રી, શ્રી પટેલ સાહેબને રૂબરૂ મળી મૌખિક તમેજ લેખિત રજુઆત કરવામાં આવેલ છે. તદુપરાંત ગુજરાતના તમામ જિલ્લાના મા.સાંસદસભ્યશ્રીઓ તથા મા.ધારાસભ્યશ્રીઓને પેન્શનની વ્યથા અંગે લેખિત રજુઆત કરવામાં આવેલ છે. જે અંગેનો કોઇપણ જાતનો અમલ થયેલ નથી.અન્ય રાજ્યો જેવા કે, ચંડીગઢ, ગોરેગાંવ, મધ્યપ્રદેશ, હરિયાણાના પેન્શનરોને આ યોજના હેઠળ પેન્શન રિવાઇઝ કરી આપવાનો અમલ ચાલુ કરેલ છે. માટે આ બાબતે ગુજરાતના તમામ જિલ્લાઓના ઇપીએસ ૧૯૯૫ યોજના હેઠળ આવરી લેવાયેલ તમામ પેન્શનરો અંગત કે સંગઠન કે સમિતિ મારફતે લેખિતમાં સાથોસાથ ઇલેકટ્રોનિકસ મિડિયા દ્વારા તમામ પેન્શનરોએ હાલમાં મળી રહેલા પેન્શનમાં સુધારો કરવા માટે લેખિત અને મૌખિક રજુઆત કરવા માંગણી છે. વધુ વિગત માટે આર.સી. પટેલ-૭૪૦૫૦ ૭૪૦૮૬, પંકજભાઇ દવે-૯૪૨૬૯ ૭૨૪૭૪ તથા એમ.આર.જોષી-૮૧૪૦૦ ૩૨૩૩૪ નો સંપર્ક કરવા જણાવાયુ છે

(11:30 am IST)