Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

પોરબંદરમાં પૂ. હરિરાયજી મહારાજના આત્મજ જય વલ્લભલાલજી મહોદયનો શુભ વિવાહ પ્રસ્તાવ

ચોપાટી ખાતે બાહુબલી થીમ આધારીત મંડપ શૃંગાર : વિવિધ મનોરથો અને સાંસ્કૃતિક કાર્યક્રમો

પોરબંદર, તા. ૭ : પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના આદ્યસ્થાપક શ્રીમદ્ વલ્લભાચાર્ય સુલ નિ.ગૌસ્વામી શ્રી મત્યભુચરણ વિધી વિઠલનાથજી શ્રી ગુંસાઇજી પરિવારના પોરબંદર સ્થિતિ નિ.ગોૈ ૧૦૮ શ્રી જીવનલાલજી (મુળ અમરેલી) સુલ નિ.ગૌ.૧૦૮ શ્રી રણછડ લાલજી મહારાજશ્રી સુભ પ.પૂ.પા. નિ. લી. ૧૦૮ શ્રી ગોવિંદરાયજી મહારાજવશ્રી સુત પ.પૂ.પા. ગોૈ. ૧૦૮ શ્રી હરિરાયજી મહારાજશ્રી સુત પ.પૂ.પા. ગોૈ. ૧૦૮ શ્રી યુવા પ્યારા આચાર્યશ્રી જય વલ્લભજી મહોદયશ્રી ગૃહસ્થી જીવન શુભ વિવાહ પ્રસ્તાવ માટીયા બજાર ઝવેરી બજારમાં આવેલ 'શ્રી ગોવિન્દ નિકેલન' આગામી ગાદીપતિનો ઉત્સવ નિજમંદિરમાં બિરાજમાન ઇષ્ટ શ્રી મદન મોહન પ્રભુ સાનિધ્ય આશીર્વાદથી તા. ૧૩ થી તા. રર સુધી ભાવપૂર્વક ઉજવાશે.

પરમ પૂજય પાદ્ ગોૈ ૧૦૮ શ્રી ગોવિંદરાજી મહારાજશ્રીના પૌત્ર તથા પ.પૂ.પા. ગો. ૧૦૮ શ્રી હરિરાયજી મહારાજશ્રી (વર્તમાન ગાદીપતિ) મહારાજશ્રીના આત્મજ પ.પૂ.પા. ગો. ૧૦૮ શ્રી જય વલ્લભલાલજી (જય ગોપાલાલજી) મહોદયશ્રીના શુભ વિવાદ પ્રસ્તાવ અહમદાબાદ સ્થિત શ્રી શૈલેષજી ગોવિંદજી કરંજી (ઝાંઝેય) ના પૌત્રી તથા શ્રી સંજયજી શૈલેષજી હરજી (ઝાંઝેય)ના પુત્રી સૌભાગ્ય કાંક્ષિણી ચિ. માધવીજી સાથે તા. ર૦ ફાગણ સુદ અને મંગળવારના શુભ નિર્ધારીત કરેલ છે. તથા આ અલૌકિક શ્રી શુભવિવાહ પ્રસ્તાવના (ઉત્સવ)ના ઉલક્ષ્યમાં રસાત્મક પૂર્ણ પુષ્ટિ પુુરૂષોત્તમ સકલ મનોરથ પૂર્ણાકર્તા શ્રી પ્રભુના વિવિધ મનોરથો અપરંચ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે હવેલીમાં બિરાજમાન શ્રી સ્વરૂપ ઠાકોરજીના રસ સભર મનોજર-દર્શનનું આયોજન કરવામાં આવેલ હોય. આ શુભ વિવાહ ઉત્સવ પ્રસંગે વૈષ્ણવોને આ ભાવાત્મક, સ્નેહાત્મક, રસાત્મક અલૌકિક પ્રસંગમાં ભાવમય સ્નેહમય રસમય થવા નિમંત્રણ તથા આમંત્રણ વર્ધમાન ગાદીપતિ પૂ.પૂ.પા. ગો. ૧૦૮ શ્રી હરિરાયજી શ્રી ગોવિંદરાયજી દ્વારા પાઠવેલ છે.

શુભ વિવાહ પ્રસંગે તા. ૧૩થી ૧૭ સુધી શ્રી ગોપનાથજી (ગોવિંદ નિકેતન) હવેલી ભાટીયા બજાર-ઝવેરી બજારશ્રી પ્રભુના વિવિધ મનોરથો તા. ૧૮ ફાગણ સુદ-૩ ને રવિવારે સવારે ૧૧-૩૦ કલાકે ગણેશ સ્થાપન, સાંજે ૭ કલાકે નિશ્ચય તાંબુ (બડી સગાઇ) તા. ૧૯ સોમવાર સવારે ૧૧ કલાકે શ્રી કુલદેવત્તા સ્થાપન તથા વૃદ્ધિની સભા સાંજે રાસવિલાસ. તા. ર૦ મંગળવારે સાંજે પ કલાકે બિનેકી (વરઘોડો) સાંજે ગોધૂલીવેલા-પાણિગ્રહણ (વિવાદ) તા. ર૧ બુધવાર સાંજે ૭ કલાકે બડી પડૌની તા. રર ને ગુરૂવાર સવારે ૯:૩૦ કલાકે શ્રી કુલદેવત્તા વિર્સજન તથા ગંગાપૂજી સવારે ૧૧ કલાકે ગૃહપ્રવેશ-ગ્રહશાંતિ, યુભ વિવાહ પ્રસ્તાવ ચોપાટી ગ્રાઉન્ડ ખાતે શુભવિવાહ મંડપ શૃંગાર-બાહુબલી ટુ થીમ આધારીત યોજાશે. મહાપ્રસાદની રાખવામાં આવેલ છે. તા. ૧૮ રવિવાર બડીસગાઇ સાંજના ૭ વાગે શાસ્ત્રી સંગીત તા. ૧૮ રાસવિલાસ ,અપ્હાર રાત્રે ૮ કલાકે નિમંત્રીતો અને મહેમાનો માટે રાખેલ છે. તા. ર૦ મંગળવાર (બિનેકી વરઘોડો) સાંજના પ વાગ્યે તથા પાણિગ્રહણ (વિવાદ) રાત્રે ૯ કલાકે દરેક વૈષ્ણવો માટે મહાપ્રસાદ તા. રર ગુરૂવાર સત્કાર સમારંભ (રીસેપ્શન) રાત્રે ૮ કલાકે નિમંત્રીતો માટે રાખેલ છે.

(11:30 am IST)