Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

કોડીનારના ગીર દેવડીમાં વણકર દંપતિ દાઝયું: રાજકોટ સારવારમાં

રાજકોટ તા. ૭: કોડીનારના ગીર દેવળી ગામે રહેતાં મંજુલાબેન ભાણાભાઇ રાઠોડ (ઉ.૩૫) નામના વણકર મહિલા ગઇકાલે સવારે ચુલા પર રસોઇ બનાવતાં હતાં ત્યારે ઝાળ લાગતાં દાઝી જતાં તેને ઠારવા જતાં પતિ ભાણાભાઇ ભાયાભાઇ રાઠોડ (ઉ.૪૨) પણ દાઝી જતાં બંનેને કોડીનાર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

ભાણાભાઇ ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. સંતાનમાં બે પુત્રી છે. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ કોડીનાર પોલીસને એન્ટ્રી નોંધાવી હતી.

(11:28 am IST)