Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

ચોટીલાની હોટેલમાં રસોઇ બનાવતી વખતે ગોવિંદ દાઝયો

રાજકોટ તા. ૯: ચોટીલામાં આવેલી હોટેલમાં રહી રસોઇયા તરીકે કામ કરતો  ગોવિંદકુમાર કલરવભાઇ શાહુ (ઉ.૨૧) રાત્રે હોટેલમાં રસોઇ બનાવતો હતો ત્યારે સ્ટવમાં ભડકો થતાં દાઝી જતાં રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો. જો કે રાત્રે જ રજા લઇ જતો રહ્યો હતો. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ ચોટીલા પોલીસને જાણ કરી હતી.

(11:25 am IST)
  • ઇમ્ફાલમાં આસામ રાઇફલ્સના કેમ્પ ઉપર ત્રાસવાદીઓ ત્રાટકયાઃ ૧૧ જવાનો ઘાયલ : મણીપુરની રાજધાની ઇમ્ફાલમાં તૈનાત આસામ રાઇફલ્સના ટ્રાન્ઝીટ કેમ્પમાં આજે સવારે એક પછી એક બે વિસ્ફોટો થયા, જેમાં ૧૧ જવાનો ઘવાયા છે. ઉગ્રવાદિઓએ પ્રશ્ચિમ ઇમ્ફાલમાં ખુમાન લંપક મુખ્ય સ્ટેડિયમ પાસે આ વિસ્ફોટો થયેલ. કોઇ આતંકી જુથોએ હજુ સુધી હુમલાની જવાબદારી મળી નથી. access_time 3:47 pm IST

  • બેંગ્લુરૂમાં પણ વરસાદી ઝાપટાની આગાહી access_time 6:00 pm IST

  • એશિયાના સૌથી મોટા વ્યૂહાત્મક એરબેસ પરથી ફ્રાન્સની વાયુસેનાના પ્રમુખે ભારતમાં નિર્માણ પામેલા ફાઈટર જેટ તેજસથી ઉડ્ડયન કર્યું હતું. રાજસ્થાનના જોધપુર એરબેસ પરથી ફ્રાન્સના એર ચીફ માર્શલ આંદ્રે લેનાટોએ કો-પાયલટ તરીકે ભારતમાં નિર્મિત ફાઈટર જેટ તેજસમાં ઉડાણ કર્યું હતું. access_time 7:37 pm IST