Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

ભાવનગરમાં ૭૧ હજારની ઘરફોડી

ભાવનગર તા. ૭ :.. શહેરના વિદ્યાનગર, અંધ ઉદ્યોગ શાળા પાછળ રહેતા પંકજસિંહ ભરતસિંહ ગોહીલના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. બપોરના સમયે ભરતસિંહના માતા ઘર બંધ કરી પાડોશીના ઘરે જમવા ગયા તે દરમ્યાન તેમના ઘરની  બારીની ગ્રીલ તોડી તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા અને ઘરમાં રાખેલ રૂ. પ૦ હજાર રોકડા, સોના-ચાંદીના ઘરેણા મળી કુલ રૂ.૭૧ હજારની  મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતાં.

ચોરીની આ ઘટના અંગે પંકજસિંહ ગોહિલે નિલમબાગ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદ લઇ વધુ તપાસ હાથ ધરી છે.

(11:24 am IST)