Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

દબાણો થાય ત્યારે અને દુર થાય તો પણ શ્રમિકોને મળે છે રોજગારી

ગીર સોમનાથ : વેરાવળમાં હવે અમે આરામથી રીક્ષા ચલાવી શકીયે છીએ. અમારી દુકાન પાસેનો રોડ હવે અમને પહોળો લાગે છે,રસ્તા પર દબાણો દુર થતાં હવે વેપાર કરવામાં વધુ સરળતા રહે છે. આ શબ્દો છે વેરાવળની આમ જનતાના. જિલ્લા કલેકટરશ્રી અજયપ્રકાશના માર્ગદર્શન તળે પ્રોબેશનલ આઈ.એ.એસ.શ્રી ઓમપ્રકાશની વેરાવળને દબાણમુકત કરવાની કાર્યવાહીને વેરાવળવાસીયોએ ખુબ વખાણી અને વધાવી છે. હા એમની ઈચ્છા એ પણ ખરી દબાણો ફરીથી ગોઠવાઈ ના જાય.

    વેરાવળ ગીર સોમનાથ જિલ્લાનું મુખ્ય મથક છે. અહિં આસપાસના તાલુક મથકો ઉપરાંત આશરે સો ઉપરાંત ગામડાનું  હટાણું પણ છે. રોજ ૧૦ હજાર થી વધુ લોકો વેરાવળમાં ધંધા-વેપાર અર્થે આવે છે. પરંતુ વેરાવળની મેઈન બજારોમાં હાલવુ દુષ્કર બને તેવા દબાણો હતા. આ દબાણો દુર કરવાનુ કોઈએ કષ્ટ લીધુ ન હતું. લોકોનું આ કષ્ટ વહિવટીતંત્રએ એક ઝાટકે દુર કર્યું છે. હા એ પણ ખુબ વ્યવહારૂ  રીતે પ્રથમ વેપારીઓ દબાણકર્તાઓને જાણ કરી સ્વૈચ્છીક દબાણો દુર કરવા જણાવાયુ.

સ્વૈચ્છીક દબાણો દુર કરે તેવી માનસીકતા ના હોવાથી જિલ્લા તંત્રએ દબાણો દુર કરવા આકરી કાર્યવાહી કરવી પડી. એક દિવસ જેસીબી મશીનની દબાણ દુર કરવાની કાર્યવાહી થતણા  દબાણકર્તાઓ શાનમાં બધુ સમજી ગયા કે હવે અમારી કોઇ કારીગીરી ચાલશે નહીં અને પછી તો સ્વૈચ્છીક દબાણો દુર થતા ગયા. આ કર્મનીષ્ડ અધિકારીઓ અને કામની ઈચ્છાશકિતનો વિજય છે પણ હવે દબાણો ન થાય તે માટે વહિવટીતંત્રને વેરાવળવાસીઓએ પણ સહયોગ આપવો પડશે..

વેરાવળના મુખ્ય વિસ્તારો બસ સ્ટેન્ડ રોડ, રેલ્વે સ્ટેશન વિસ્તાર, ૨૪ કલાક વેપાર થી ધમધમતા સુભાષ રોડ, પ્રકાશ કોમ્પલેક્ષ, ગાંધી ચોક હવે વેરાવળવાસીયોઓને ખુબ પહોળા લાગે છે તેનો વેરાવળના નગરજનોને આનંદ છે. છેલ્લા ૨૦ વર્ષથી વેરાવળનાં રાજેન્દ્રભુવન રોડ પર રહેતા રસીકભાઈ વ્યાસ કહે છે, વેરાવળ હવે ગીચ લાગતુ નથી આંખને ઠારે તેવુ કામ થયુ છે.

સતત રીક્ષા ચલાવી પોતાના કુટુંબનો મુખ્ય આધાર ફીરોજભાઈ શામડા કહે છે, દબાણ દુર થતા રીક્ષાના પાર્કિંગમાં સરળતા રહે છે અને લોકોની અવર જવર પણ સરળ થઈ છે. જૈન હોસ્પીટલ રોડ પર ટાઈપ વાસણ ભંડારના શ્રી સત્ત્।ારભાઈ વોરાએ કહ્યું કે, રસ્તા પરના દબાણો દુર થતા રોડ પહોળા દેખાઈ છે. તેનાથી બીન જરૂરી ટ્રાફીક ન થતા વેપારમાં સરળતા રહે છે. વેરાવળના ખારવાવાડા વિસ્તારના રહીશ દામજીભાઈ ગોહેલે કહ્યું કે, હવે રસ્તાની સાઈડમાં ચાલવાની જગ્યા મળે છે જેનાથી અકસ્માતોથી બચી શકાશે. એસ.ટી.રોડ પર ફરસાણની દુકાનના કારીગર ગોવીંદભાઈ વાજાએ દબાણો દટતા લોકો સરળતાથી દુકાને આવે છે. અને દબાણો દુર થયા તે અમને ખુબ ગમ્યું છે.(૨૧.૫)

દબાણો થાય ત્યારે અને દબાણો દુર થાય  તો પણ  શ્રમીકોને મળે છે રોજગારી

કોઈપણ વિસ્તારમાં નવું બાંધકામ થાય ઓટલા અને પેશકદમી કરી ધંધાને સ્થળ બહાર બોર્ડ મુકે તો પણ આમજનતા શ્રમીકોને કામ મળે છે તેમની રોજીરોટી જ કામ થી ચાલે છે. અને આ દબાણો પર વહિવટીતંત્રનું બુલડોઝર ફરી વળે ત્યારે પણ શ્રમીકોને રોજગારી મળે છે. ઓટલા બોર્ડ તુટતા તેને સરખા કરવા પડે વેપારી મીત્રોને કોઈ કામ કે બોર્ડ નબળુ તો ચાલે જ નહિં. પાછા તેને સરખુ કરવા કારીગરો  શોધે. આમ શ્રમીકોને તો દબાણો થાય અને દબાણો દુર થાય ત્યારે ફાયદો છે તેમના બન્ને હાથમા લડુ છે.

સંકલન : અર્જુન પરમાર

માહિતી બ્યુરો, ગીર સોમનાથ જિલ્લો

(9:43 am IST)