Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

ભાવનગરમાં પ્રજ્ઞાચક્ષુઓ શિક્ષણ સાથે સ્વમાનભેર સ્વનિર્ભર રહે તે માટે સેવાયજ્ઞ

ભાવનગર-ઇશ્વરીયા તા.૭ : પ્રજાળત્સલ રાજવી શ્રી કૃષ્ણકુમારસિંહજી મહારાજના નામ સાથે જોડાયેલ અંઘ ઉદ્યોગશળામાં પ્રજ્ઞાચક્ષુ બાળકો, વિદ્યાર્થીઓ શિક્ષણ સાથે સ્વમાનભેર સ્વનિર્ભર રહે તેવો ઉમદા સેવાયજ્ઞ થઇ રહ્યો છ.ે

શ્રી કૃષ્ણકુમારસિંહજી અંઘ ઉદ્યોગશાળા-ભાવનગરમાં માત્ર પાઠયક્રમનું શિક્ષણ આપવામાં આવે તેમ નથી. આ સંસ્થા પ્રાથમીક શાળા, માધ્યમિક શાળા, તાંત્રીકી શાળા, વિજાણું પ્રણાલી શિક્ષણ, પ્રજ્ઞાચક્ષુ શિક્ષક માટેના અભ્યાસક્રમ, સંગીત કલા કેન્દ્ર, સારવાર કેન્દ્ર, બ્રેઇલ લીપી તાલીમ વગેરે શિક્ષણ કેળવણીનું કામ થઇ રહ્યું છ.ે

આ સંસ્થામાં પ વર્ષથી વધુ ઉમરના કેે, જેઓ પોતાની દિનચર્યા જાતે કરી શકતા હોય તેઓને છાત્રાલય, તથા શાળામાં પ્રવેશ આપવામાં આવે છે.સમગ્ર ગુજરાતમાંથી વિદ્યાર્થીઓએ પોતાની કારકીર્દિ ઘડી રહ્યા છ.ે

અંધ ઉદ્યોગશાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના કૌવૃત અને કૌશલ્ય અદ્દભુત જોવા મળે છ.ે પ્રજ્ઞાચક્ષુઓની આંગળીના ટેરવે ઉજાસ...એવું લાગે છે !

સંસ્થાના વિવિધ પ્રદર્શનો ઉપરાંત નવરાત્રી મહોત્સવમાં ગરબા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં નૃત્યો, નાટકો અને અભિનય, ખેલ મહાકુંતી, યોગદિવસ વગેરેમાં આ વિદ્યાર્થીઓ ખુબજ ઉત્તમ દેખાવ કરી શકે.

આ સંસ્થાના વડા લાભુભાઇ સોનાણી સતત જાગૃત રહી સરકાર તથા સામાજિક સંસ્થાઓ અને આગેવાનો સાથે સંપર્કમાં રહી આ સંસ્થાના વિદ્યાર્થીઓ, 'વિકલાંગ નહી' પણ ખરા 'દિવ્યાંગ' બનાવી રહ્યા છે.

ભાવનગરના ગૌરવરૂપ આ સંસ્થાના વિકાસ માટે શશીભાઇ વધર, અનંતભાઇ શાહ, માળજીભાઇ કોશિયા સાથે મહેશભાઇ પાઠક, હર્ષકાંત રાખશિયા, ધીરૂભાઇ ધંધુકિયા, પંકજભાઇ ત્રિવેદી વગેરે અને શિક્ષક ગણ સતત પ્રયત્નશીલ રહ્યા છે.

(9:41 am IST)