Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

વિંછીયાના અમરાપુર ગામે દુકાનમાં જુગારનો હાટડો ચાલતો'તો : આઠ પત્તાપ્રેમી પકડાયા

તમામ સામે જુગાર ઉપરાંત કોરોના જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ કરાયો : પીએસઆઇ ટી.એસ. રીઝવી તથા સ્ટાફનો દરોડો

વિંછીયા, તા. ૭ : વિંછીયાના અમરાપુર ગામે દુકાનમાં ચાલતા જુગારના હાટડા ઉપર વિંછીયા પોલીસે રેઇડ કરી ૮ પત્તાપ્રેમીઓને ઝડપી લીધા હતા. પોલીસે તમામ સામે જુગાર ઉપરાંત કોરોના જાહેરનામા ભંગનો પણ ગુન્હો દાખલ કર્યો હતો.

અમરાપુર ગામે ગોવિંદ વશરામભાઇ રાઠોડની દુકાનમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા વિંછીયાના પીએસ.આઇ. ટી.એસ. રીઝવી તથા સ્ટાફે રેઇડ કરી જુગાર રમતા દિનેશ ખમીજીભાઇ રાઠોડ રે. ખોડીયારસરા વિંછીયા, ંદીપ મનુભાઇ ધાંધલ રે. અંબેડકરનગર વિંછીયા, ચેતન પાલાભાઇ રાઠોડ રે. અજમેર ગામ, નથુ વશરામભાઇ રાઠોડ રે. કોટડાની નળ વિંછીયા-અશ્વિન મંગાભાઇ રાઠોડ રે. અજમેર ગામ, વિજય ડાયાભાઇ રાઠોડ રે. અજમેર ગામ, વિજય ડાયાભાઇ રે. અજમેર ગામ, અલ્પેશ જીવાભાઇ રાઠોડ રે. અજમેર ગામ તથા લાલજી વશરામભાઇ રાઠોડ રે. અજમેરને રોકડા રૂ. ૩૧૭પ૦ તથા ૮ મોબાઇલ મળી કુલ ૬૧૩પ૦ના મુદામાલ સાથે ઝડપી લીધા હતાં. જયારે દુકાન માલીક ગોવિંદ રાઠોડ મળી અવ્યો ન હતો. પોલીસે ઉકત તમામ સામે જુગારાધારા ઉપરાંત કોરના જાહેરનામા ભંગ સબબ ગુન્હનો દાખલ કર્યો હતો.

આ કાર્યવાહીમાં વિંછીયા પોલીસ મથકના હેડ કો. ધનજીભાઇ વાસાણી, પો.કો. યુવરાજસિંહ વાઘેલા, વિજયભાઇ રંગપરા, રાજાભાઇ રગીયા, તથા નિલેશભાઇ ઝાપડીયા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

(11:47 am IST)