Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

વાંકાનેરઃ સાવરકુંડલાનાં નેસડીનાં શ્રી ઉદાસીન આશ્રમ-ભૂતનાથ મંદિરે શ્રી પંચ પરમેશ્વર ઉદાસીન પંચાયતી નિર્વાણ બડા અખાડાનું આગમન

(હિતેશ રાચ્છ દ્વારા) વાંકાનેર, તા.,૭:  સાવરકુંડલાથી દશ કિલોમીટર દુર આવેલ શ્રી ઉદાસીન આશ્રમ શ્રી ભુતનાથ મંદીર ખાતે ગઇકાલે શ્રી પંચ પરમેશ્વર ઉદાસીન પંચાયતી નિર્વાણ બડા અખાડા (અલ્હાબાદ-પ્રયાગરાજ)ની જમાતનું શુભ આગમન ગઇકાલે થયેલ છે. જે શ્રી પંચ પરમેશ્વર ઉદાસીન પંચાયતી નિર્વાણ બડા અખાડા (અલ્હાબાદ-પ્રયાગરાજ) ની જમાતના ૬૦ જેટલા સંતો સાથે જમાતનું આગમન થયેલ છે. તેમજ જમાત સાથે હાલ પ.પૂ.શ્રી શ્રી મહંતશ્રી રઘુમુનીજી મહારાજશ્રી સાથે ઉપસ્થિત છે. અખાડાની જમાતના સર્વે સંતોનું  તેમજ પ.પૂ.મહંત શ્રી શ્રી રઘુમુનીજી મહારાજશ્રી નું સ્વાગત શ્રી ઉદાસીન આશ્રમ-નેસડીના મહંત પૂ. શ્રી કિશનમુનીજી મહારાજે કરેલ હતું.

આ છીપ પાવન રૂડા અવસરે પધારેલા  સંતોનું સ્વાગત કરેલ હતું આ પ્રસંગે શ્રી ઉદાસીન આશ્રમ શ્રી ભુતનાથ મંદીરના સૌ ભકતજનો હાજર રહયા હતા. નેસડી ખાતે આવેલ શ્રી ઉદાસીન આશ્રમમાં તારીખ ૧૧-૧-ર૦ર૧ સુધી આ અખાડાની જમાત રોકાશે. સવાર-સાંજ ઉદાસીન આચાર્યદેવ ૧૧૦૮ જગત ગુરૂ શ્રી ચંદ્ર ભગવાનની મહાઆરતી તેમજ દરરોજ આરતી સમયે સંકિર્તન, પ્રાર્થના સૌ સંતો ભકિતમયના દિવ્ય માહોલમાં કરશે તેમજ તારીખ ૧૧-૧-૨૦૨૧ને સોમવારના રોજ વિશેષ મુખ્ય શ્રી ગોલા સાહેબનું પૂજન-અર્ચન વિધિ અર્ચદાસ કરવામાં આવશે.

અખાડાના રોકાણ દરમ્યાન દરરોજ સવારે શ્રી ગીલા સાહેબનું પૂજન-અર્ચદાસ તો થાય છે.

જે ચારેય અખાડા આવલા છે આજે સતત પર૬ વર્ષથી આ અખાડાની જમાત શ્રી પંચ પરમેશ્વર ઉદાસીન પંચાયતી નિર્વાણ બડા અખાડા (પ્રયાગરાજ, અલ્હાબાદ)ની જમાત સતત ધર્મ પ્રચારાર્થે એવમ વિશ્વ કલ્યાણ અર્થે પરીભ્રમણ કરે છે. જે ભારતભરના શ્રીી ઉદાસીન આશ્રમો ગામો-ગામ જાય છે. એક જગ્યાએ બાર વર્ષે એમનું આગમન થાય છે જે આ અખાડાની જમાત આજથી પર૬ વર્ષ પહેલા ઉદાસીન પંથના શ્રી ગોલા સાહેબે આ પરીભ્રમણ શરૂ કરાવેલ હતું. જે આજે તેમની કૃપાથી સતત પર૬ વર્ષથી આ પરીભ્રમણ કરી રહયા છે. ચારેય કુંભ મેળામાં (૧) અલ્હાબાદ (પ્રયાગરાજ) (ર) હરીદ્વાર (૩) નાસીક (૪) ઉજૈન જયાં શ્રી પંચ પરમેશ્વર ઉદાસીન પંચાયતી નિર્વાણ બડા અખાડાની મોટો ટેન્ટ નાખવામાં આવે છે. જયાં હજારો સંતો, ભકતજનો ધર્મ લાભ લ્યે છે. આચાર્યદેવ ૧૧૦૮ જગતગુરૂ શ્રી ચંદ્ર ભગવાન થઇ ગયેલા જેમની કૃપાથી પણ આજે આ અખાડામાં સત-સેવાના ભગીરથ કાર્યો થઇ રહયા છે. ઉદાસીન આચાર્યદેવ ૧૧૦૮ જગતગુરૂ શ્રી ચંદ્ર ભગવાને ભારતભરમાં પરીભ્રમણ કરેલ છે તેમજ ખુબ જ તપસ્યા કરીને અલખની ધુણો સ્થાપેલ એવા દિવ્ય પુરૂષના ઠેર-ઠેર મંદીરો છે.

હાલમાં સાવરકુંડલાથી દશ કિલોમીટર પાસે નેસડામાં શ્રી સત પંચ પરમેશ્વર શ્રી ઉદાસીન પંચાયતી નિર્વાણ બડા અખાડાનું આગમન શ્રી ઉદાસીન આશ્રમ-ભુતનાથ મંદીરમાં થયેલ છે. જેમાં ૬૦ જેટલા સંતો તેમજ પરમ પૂજયશ્રી શ્રી મહંતશ્રી રઘુમુનીજી મહારાજશ્રી સાથે છે.નેસડાથી શ્રી પંચ પરમેશ્વર ઉદાસીન પંચાયતી નિર્વાણ બડા અખાડા (અલ્હાબાદ-પ્રયાગરાજની જમાત) જે લાઠી પાસે ચાવંડના શ્રી ઉદાસીન આશ્રમ જશે હવે થોડા સમય ગુજરાતમાં છે. ત્યાર બાદ કુંભ મેળો હરીદ્વાર આવી રહયો ત્યા મુકામ થશે. શ્રી ઉદાસીન આશ્રમ-નેસડાના મહંત પૂ. શ્રી કિશનમુનીજીના શિષ્ય કેતનભાઇ મેરીયા તેમજ જોડીયાવાળા હરીભાઇએ ત્યાંથી જણાવેલ છે.

(11:45 am IST)