Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

પ્રજાસત્તાક પર્વ નિમિતે ટંકારાની બજારો રોશનીથી ઝળહળશે :વેપારી -આગેવાનો સાથે તંત્રની બેઠક

ટંકારામાં મોરબી જીલ્લા કક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી

મોરબી જીલ્લા કક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી ટંકારા ખાતે કરવાનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે ઉજવણી પૂર્વે ટંકારાની કાયાપલટ કરવા માટે તંત્રએ વેપારીઓ અને આગેવાનો સાથે બેઠક કરીને ચર્ચા કરી હતી

જે બેઠકમાં ૨૬ જાન્યુઆરીની પુર્વ સંધ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે તેમજ બજારો રોશનીથી ઝળહળી ઉઠે અને રાષ્ટ્રીય પર્વમાં સૌ નાગરિકો જોડાય તેવું આયોજન કરવા પર ભાર મુકાયો હતો

પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણીની વ્યવસ્થા અંગે ટંકારા તાલુકા પંચાયત ખાતે શહેરના વેપારી, ઉધોગકારો, આગેવાનો અને એનજીઓ સાથે મિટીંગ કરી હતી બેઠકમાં પ્રાંત અધિકારી શિવરાજસિંહ ખાચર અને મામલતદાર પંડ્યા તેમજ ટીડીઓ નાગાજણ તરખાલા સહીતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

મિટીંગમા ટંકારા વેપારી મંડળો, ભાજપ-કોંગ્રેસ તથા અન્ય પક્ષના હોદેદારો, સામાજિક સંગઠનો, અને તજજ્ઞો હાજર રહ્યા હતા અને આગામી કાર્યક્રમ વિશે વાત કરી હતી જેમા રાજ્ય સરકારની વિવિધ પ્રવર્તમાન યોજના અંગેના ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બનાવશે. ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ સૂર્ય નમસ્કાર, યોગ અને પ્રાણાયામ કરશે પોલીસ હોમગાર્ડ પ્રેડ શાળા ની કુર્તી સહીત ના અનેકવિધ કાર્યક્રમો યોજાશે

(1:08 am IST)