Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

નખત્રાણાના નેત્રામાં ચોરી કરવાના ઈરાદે મહિલા સ્વાંગમાં ફરતા બે શખ્સોને ગ્રામજનોએ ઝડપ્યા: મેથીપાક ચખાડ્યો

સ્ત્રીવેશ ધારણ કરી ચોરી કરવા નીકળેલા ભેસાણના બટુકનાથ અને તરઘડીનો અરવિંદનાથની ધરપકડ

નખત્રાણા: તાલુકાના નેત્રા ગામે રવિવારે મહિલાના સ્વાંગમાં આવેલ બે પરપ્રાંતિયો ચોરી કરવાની પ્રેરવી કરતા જાગૃત્ત ગ્રામજનોએ બન્નેને ઝડપી મેથીપાક આપ્યા બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી બન્નેની અટક કરી હતી.

  આ અંગે પોલીસ સૂત્રો મુજબ બટુકનાથ ટપુનાથ ચૌહાણ (રહે. જૂનાગઢ જિ.ભેસાણ ગામનો ) તથા રાજકોટ જિલ્લાના તરગડી ગામના અરવિંદનાથ જીવનનાથ પરમાર નામના બન્ને યુવકો પ્રથમ નખત્રાણા આવ્યા હતા અને ચોરીના ઈરાદે વિવિધ જગ્યાએથી ફર્યાબાદ તેઓને મોકો મળ્યો ન હતો. જેથી તેઓ નેત્રા ગામે પહોંચ્યા હતા. જ્યાંથી મોટી ચોરીને અંજામ આપે તે પહેલા ગ્રામજનોએ ઝડપી પાડ્યા હતા. આ બન્ને જણા સ્ત્રીવેશ ધારણ કરી ચોરી કરવા નિકળ્યા હતા. પોલીસે આ બન્ને વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

(1:00 am IST)