Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

ટંકારાનાં હડમતીયાની સીમમાં ૪ વર્ષની બાળા ઉપર હિંસક પ્રાણીનો હુમલો

ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ

તસ્વીરમાં બાળા તથા વનવિભાયની ટીમ નજરે પડે છે.

ટંકારા,તા.૭:  ટંકારા તાલુકાના હડમતીયા ગામે આવેલ વાડીમાં ગતમોડીરાત્રે ખેતમજૂર પરિવારની ચાર વર્ષની બાળા પર કોઈ જંગલી પ્રાણીએ હિસંક હુમલો કર્યો હતો. જંગલી પ્રાણીએ આ બાળકીને મોઢામાં લઈ લઈને ઉઠાવી જવાની કોશિશ કરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થવાથી તેણીને તાકીદે ૧૦૮ મારફત સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જો કે ફોરેસ્ટ અધિકારીએ બાળકી ઉપર હુમલો કરનાર દીપડો નથી એના કોઈ ચિહનો પણ દેખાયા નથી. અને અન્ય કોઈ જંગલી પ્રાણી હોવાનું જણાવીને આ અંગે સદ્યન તપાસ હાથ ધરી છે.

ટંકારામાં થોડા દિવસ પહેલા માલધારીના પશુઓ દ્યેટા-બકરા પર કોઈ વન્ય હિંસક પ્રાણીએ હુમલો કર્યો હતો તેવી જ રીતે હડમતિયા ગામની નજીક વોકળાના કાંઠે આથમણી સાઈડ અને ટંકારાની ઉગમણી સીમમાં ડાકા ગોવિંદ ટપુભાઈની વાડીમાં ઝુંપડાપટ્ટીમાં રહેતા આદીવાસી ખેતમજુર રાત્રે ભર નિંદરમાં સુતા હતા ત્યારે રાત્રીના આશરે ૩ વાગ્યાના સુમારે કોઈ હિંસક પ્રાણીએ હુમલો કરતા આદિવાસી મજુરની બાળકી સોનલ પારસીંગભાઈ ઉ.વ.-૪ ને મોઢા પર ગંભીર રીતે દ્યવાય છે. બાળકીને તેની માતા લીલાબેન પડખામાં લઈ સાડીમાઙ્ગવીંટાળી સુતા હતા. તેવા સમયે આ બાળકીને જંગલી પ્રાણી ઉઠાવવાની કોશિષ કરતા માતા પણ બાળકી સાથે ઢસડાઈ હતી પણ બીજા આદિવાસી મજુરો જાગી જતા આ પ્રાણી બાળકીનો શિકાર છોડી ગાયબ થઈ જવા પામ્યુ છે. આ બાબતે તપાસ કરતા પ્રાણીના પંજાના નિશાન મળ્યા છે અને વનવિભાગના ફોરેસ્ટ ઓફિસરશ્રી કુંડારીયા તેમજ શ્રી દેત્રોજાને જાણ કરતા દ્યટના સ્થળે આવવા રવાના થયા છે. બાળકીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાય છે.

૧૦૮ના ડો. વલ્લભભાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ગઈકાલે મધરાત્રે માસુમ બાળકી ઉપર કોઈ વન્ય પ્રાણીએ હુમલો કર્યો હોવાની જાણ થતાં ૧૦૮ના ટીમ દ્યટનાસ્થળે દોડી જઈને બાળકીને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડી છે. દ્યટનાસ્થળે કોઈ જંગલી હિંસક પ્રાણીના આઠેક જેટલા નિશાન જોવા મળ્યા છે. જે કૂતરાના ન હોવાનું અને અન્ય કોઈ જંગલી જનાવર હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું છે. આ બાબતે ફોરેસ્ટ અધિકારીએ જણાવ્યું હતું કે, આ જંગલી પ્રાણી દીપડો નથી અને દીપડાના કોઈ નિશાનો જોવા મળ્યા નથી. જો કે પવનના કારણે નિશાનો દ્યુંધળા થઈ ગયા છે. કદાચ આ જંગલી જનાવર નોળીયો કે અન્ય પ્રાણી હોઈ શકે છે. આ દિશામાં હાલ સદ્યન તપાસ ચાલી રહી છે.

આ વાત વાયુ વેગે સિમાડા વટી જતા ખેતરો મા રહેતા મજુરો મા ભય નુ લખલખુ ફેલાઈ ગયુ છે વનવિભાગના કુંડારીયા તેની ટીમ સાથે ધટના સ્થળેઙ્ગ આજુબાજુનાઙ્ગ પગેરૂ મેળવી ફોરેન્સિક રિપોર્ટ માટે મોકલ્યા છે સાથે રાજકોટ ધાયલ બાળક ને હુમલા ની રીત થી પણ ખ્યાલ લેવા ટીમ ગઈ હોવા નુ જાણવા મળ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે એકાદ વર્ષ પહેલાં જ ટંકારા આજ વિસ્તારમાં દિપડા એ દેખા દિધા હતાં અને ૫૦ થી વધુ ધેટા બકરા ને ફાડી ખાધા હતા ત્યારે આ હિસંક પ્રાણી ઝરખ. નાર. હડકાયુ કુતરુ કે અન્ય જંગલી જાનવર હોવાનું અનુમાન અધિકાર લગાવી રહા છે સાચુ તો રીપોર્ટ આવ્યા બાદ ફોરેસ્ટ વિભાગ પ્રાણી ને પકડવા પ્લાન ધડશે.

(3:47 pm IST)