Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

જુનાગઢઃ ઓમ મેડીકેર ચેરીટેબલ ટ્રસ્ટના નવા હોદેદારોની વરણી

ઉપપ્રમુખ તરીકે જતીનભાઇ ગિજુભાઇ ભરાડ-રાજકોટ નિમાયા

જુનાગઢ, તા.૭: ઓમ મેડિકેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભરાડ વિદ્યાપીઠ, ત્રમ્બા મુકામે ગિજુભાઇ ભરાડના સાનિધ્યમાં ટ્રસ્ટીમંડળની મિટીંગમાં વિવિધ  નિર્ણયો લીધેલ છે.

જેમ કે વર્ષ ૨૦૧૮/૧૯નાં ઓડિટ થયેલ નાણાકીય અહેવાલને મંજુર કરવામાં આવ્યો, વર્ષ ૨૦૨૦/૨૧નું રૂ.૨૯.૧૩ લાખનુ બજેટ મંજુર કર્યુ છે.

જયારે વર્ષ ૨૦૨૦-૨૧ તથા ૨૦૨૧/૨૨ બે વર્ષ માટે ટ્રસ્ટનાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે બળવંતરાય નારણભાઇ તેરૈયા-રાજુલા(૯૪૨૮૭ ૯૮૨૦૫) પ્રમુખ તરીકે જયેશભાઇ ગૌરીશંકરભાઇ દવે-સુલતાનપુર  (૯૮૭૯૯ ૦૫૭૨૨), ઉપપ્રમુખ તરીકે જતીનભાઇ ગિજુભાઇ ભરાડ-રાજકોટ (૯૦૯૯૦૯૬૪૨૮) ખજાનચી તરીકે જયંતીભાઇ તેરૈયા-રાજકોટ (રાજુલા) (૯૮૯૮૧ ૩૩૪૫૭)ની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. નવનિયુકત હોદેદારો તા.૧-૪-૨૦૨૦થી કાર્યભાર સંભાળશે.

તા.૩૧-૧૨-૨૦૧૯ અંતે ટ્રસ્ટનું નાણાકીય ભંડોળ રૂ.૧.૦૬ કરોડ અને કુલ મૂડી તથા અકસ્માત ૨.૫૬ કરોડની થઇ છે. રાજકોટમાં AIMS જયાં બનવાની છે તેની આજુબાજુ ૧૫૦૦ વારનો પ્લોટ લેવા નકકી કર્યુ છે. ભરતભાઇ જેશંકરભાઇ જોશી, જુનાગઢ (રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક) (૯૪૨૯૯ ૩૮૯૧૧) અને રમેશભાઇ ભગવાનજીભાઇ રવિયા-અમદાવાદ (૯૮૯૮૫ ૬૦૧૪૪) ે હરિ ઓમ મેડિકેર ચેરીટેબલ ટ્રસ્ટનાં ટ્રસ્ટી તરીકે ટ્રસ્ટમાં લેવા નકકી કરવામાં આવ્યુ છે. તેમ મેનેજીંગ ટ્રસ્ટી દિલીપભાઇ યુ.દવેએ જણાવ્યુ છે.

(3:27 pm IST)