Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

હળવદના કીડી રણકાંઠે મીઠાના અગરો પર નર્મદાના પાણી ઘુસ્યા : અગરિયાઓને વધુ એક આર્થિક ફટકો

નર્મદાના પાણીથી ૧૮ મીઠાના અગરનું ધોવાણ થતા આ અગરિયાઓ ભારે હતાશ

હળવદના કીડી રણકાંઠે નામર્દાના પાણી ફરી વળતા ત્યાં મીઠાના અગરિયાઓએ બનાવેલા ૧૮થી વધુ મીઠાના પાળા ધોવાઈ ગયા હતા.જેથી ૫૦થી વધુ મીઠાના અગરિયાના પરિવારોને માઠી અસર પહોંચી હતી.જોકે અતિવૃષ્ટિ બાદ બીજી વખત નર્મદાના પાણીથી ૧૮ મીઠાના અગરનું ધોવાણ થતા આ અગરિયાઓ ભારે હતાશ થયા હતા.

  આ અંગે મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના રણકાંઠે આવેલ કિડી,માલણીયાદ,જોગડ,એજાર સહિતના વિસ્તારોમાં ૫૦થી વધુ મીઠાના અગરિયાઓ રહીને મીઠું પકવીને રોજીરોટી મેળવે છે.આ અગરિયાનોના પરિવારોએ કાળી મજૂરી કરીને હમણાં જ રણકાંઠાના વિસ્તારોમાં ૧૮ થી વધુ મીઠાના અગર બનાવ્યા હતા.આ અગરિયામાં મીઠું પકવવા માટે મીઠાના અગરના પાળા બનાવ્યા હતા.

  આ મીઠાના અગરિયાઓની કમનસીબી એ હતી કે, મીઠાના અગરમાંથી મીઠું પાકે એ પહેલાં ધોવાઈ ગયા હતા અને મીઠાના અગર નાશ પામતા મીઠાના અંગરિયાઓને નિરાશા સિવાય કંઈ હાથ લાગ્યું નથી.બન્યું એવું હેતુ કે,ઉપરવાસમા નર્મદા કેનાલ તેમજ પેટા કેનાલો લિકેજ તેમજ બખનળીયો અને પાણીના વેડફાટને કારણે પાણી સીધુ ઓકરાઓ માથી રણમા આવતા મીઠાના અગરમાં ફરી વળ્યું હતું.નર્મદાના પાણી ફરી વળતા ૧૮ જેટલા મીઠાના પાળા તૂટી ગયા હતા અને ધોવાઈ ગયા હતા.આથી મીઠાના અગરિયાઓ આર્થિક રીતે પાયમાલ થયા હતા.અગાઉ અતિવૃષ્ટિના કારણે અહીં મીઠાના અગરને મોટાપાયે નુકશાન થયું હતું હજુ એની કળ વળે તે પહેલાં નર્મદાના પાણીએ મીઠાના અગરીયાઓને વધુ એક આર્થિક ફટકો આપ્યો છે.

(2:05 pm IST)