Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

શ્રી જલારામ સેવા ટ્રસ્ટ હાપા દ્વારા ઠંડીમાં રાતવાસો કરવા માટે વ્યવસ્થા

જામનગર, તા., ૭: શ્રી જલારામ સેવા ટ્રસ્ટની યાદી જણાવે છે કે જામનગર શહેરમાં કડકડતી ઠંડીના માહોલમાં જરૂરીયાતમંદોને રાતવાસો કરવા માટેન વ્યવસ્થા તા.૬-૧-ર૦ર૦ સોમવારથી તા.૧૬-૧-ર૦ર૦, ગુરૂવાર તેમ ૧૦ દિવસ સુધી શ્રી જલારામ મંદિર-હાપા ખાતે કરવામાં આવી છે. પ્રવર્તમાન સમયમાં સમગ્ર ગુજરાત-સૌરાષ્ટ્રમાં ઐતિહાસીક ઠંડીની સીઝન ચાલુ છે. ઘરમાં રહેતા પ્રજાજનો પણ ઠંડીથી થરથરી રહયા છે. ત્યારે જાહેર રોડ, રસ્તા કે ખુલ્લી જગ્યામાં રહેતા લોકોને કેટલી મુશ્કેલી પડી શકે તે સમજી શકાય તેથી જે નાગરીકોને રાત્રી દરમ્યાન રોડ, રસ્તા કે ખુલ્લી જગ્યા પર રાતવાસો કરવો પડે છે તેવા પરીવાર માટે ઠંડીના સમયમાં બંધ જગ્યામાં સુઇ શકે તેવા શુભ આશયથી છેલ્લા બાવીસ વર્ષથી બન્ને સમય ચાલતા અન્નક્ષેત્ર શ્રી પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલ, શ્રી જલારામ મંદિર હાપા ખાતે તેઓ રાતવાસો કરી શકે છે તેમજ બન્ને સમય જમવાની અને ચા-પાણીની વ્યવસ્થા પણ રાખવામાં આવેલી છે તો જરૂરીયાતમંદોએ લાભ લેવા શ્રી જલારામ સેવા ટ્રસ્ટના મુખ્ય સદસ્ય રમેશભાઇ દતાણીની યાદીમાં જણાવવામાં આવેલ છે.

(1:21 pm IST)