Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

મોરબીના મહિલા પોલીસકર્મી ગીરનાર આરોહણમાં પ્રથમ

મોરબીઃ  જુનાગઢમાં રાજય સપોર્ટ વિભાગ તેમજ જુનાગઢ મહાનગર દ્વારા આયોજિત ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારી ભૂમિકાબેન દુર્લભજીભાઈ ભૂત આ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને સ્પર્ધા ૩૮.૧૬ મિનીટમાં પૂર્ણ કરીને પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. ભૂમિકાબેન ભૂતે સતત ત્રીજી વખત રાજયકક્ષાએ તેમજ બે વખત આંતર રાજય કક્ષાએ ગીરનાર સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે તે ઉપરાંત રાજકોટમાં આયોજિત મેરેથોન સ્પર્ધામાં પ્રથમ સ્થાન અને ખેલ મહાકુંભ અને ડી જી કપ આયોજિત ૧૫૦૦ મીટર અને ૮૦૦ મીટર રનીંગ સ્પર્ધામાં પણ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને મોરબી એ ડીવીઝન પોલીસે તેમજ જીલ્લા પોલીસનું ગૌરવ વધાર્યું છે. પ્રથમ ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું તે તસ્વીર.

(1:20 pm IST)