Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

એબીવીપીની પ્રદેશ કારોબારી જાહેરઃ ઉપાધ્યક્ષપદે જુનાગઢના ડો. રાજેશ ડોડીયા

પ્રદેશ કારોબારી સદસ્ય તરીકે જુનાગઢના ચાર કાર્યકર્તાનો સમાવેશ

જુનાગઢ તા.૭ : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું પ્રદેશ અધિવેશન તા.ર થી ૪ જાન્યુઆરી સુધી સુરત ખાતે યોજાયુ હતુ. જેમાં જુનાગઢ વિભાગના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. અધિવેશનના અંતિમ દિવસે ગુજરાત પ્રદેશ કારોબારીની જાહેર કરવામાં આવી હતી. જેમાં જુનાગઢ ડો. રાજેશભાઇ ડોડીયાને પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકેની મહત્વની જવાબદારી તેમજ નિખિલભાઇ મેઠીયાને જનસંપર્કની જવાબદારી સોંપવામાં આવી છે. ઉપરાંત કારોબારી સભ્યોમાં જિતભાઇ મંધાની, પાર્થભાઇ મહેતા, જયદીપભાઇ જેઠવા અને બિનલબેન બોરડની નિયુકિત કરવામાં આવી હતી. તેમ કાર્યાલય મંત્રી જયભાઇ નિમાવતની યાદીમાં જણાવાયું છે. (૭.રપ)

(1:15 pm IST)