Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

મંગળવારે શાપુર ખાતે રૂ. દોઢ કરોડના ખર્ચે નવનિર્માણ પામેલ પટેલ સમાજનું લોકાર્પણ

જુનાગઢ૭ : ઙ્ગજૂનાગઢ નજીક આવેલ શાપૂર ખાતે સમસ્ત કડવા પાટીદાર સમાજઙ્ગ દ્વારા રૂ. દોઢ કરોડના ખર્ચે નવનિર્માણ પામેલ પટેલ સમાજનું આગામી તા. ૧૪ ના રોજ વિવિધ કાર્યક્રમો સાથે લોકાર્પણ યોજાશે. માત્ર દોઢ વર્ષના સમયગાળામાં દોઢ કરોડના ખર્ચે નિર્માણ પામેલ આ અદ્યતન સમાજમાં ભોજનાલય, એ. સી. લગ્નહોલ, ૨૦ એ.સી. રૂમ તેમજ રંગમંચ બનાવવામાં આવેલ છે. શાપુરના કુલ ૬૬૦ પરિવારોમાંથી હાલ ૩૮૦ જેટલાં પરિવારો શાપુર ખાતે રહેછે બાકીના પરિવારો દ્વવારા પણ સમાજમાં ઉદાર હાથે ફાળો આપવામાં આવ્યો છે તા. ૧૪ ના રોજ આઙ્ગ કાર્યક્રમમાં બપોરે જ્ઞાતિ સમૂહ ભોજન, દાતાશ્રીનો સન્માન સમારંભ, તેમજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગમાં ગામની સાસરે ગયેલ બહેનો તેમજ દીકરીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સમાજનું ઉદદ્યાટન મુખ્ય દાતાશ્રી મૌલેશભાઈ ઉકાણી (અગ્રણી ઉદ્યોગપતિ ) દ્વારા કરવામાં આવશે..આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો, ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.ઙ્ગ આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ વાલજીભાઇ ફડદુ તેમજ સમાજના આગેવાનો તેમજ યુવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.

ગામમાં માત્ર ૧ વીદ્યા જમીન ધરાવનાર પરિવારે પણ ફાળો આપ્યો

આ સમાજના નવનિર્માણ માટે જયારે ફાળો એકઠો કરવાનું નક્કી કરવામાં આવ્યું ત્યારે નાનો પરિવાર પણ પોતાનું યોગદાન આપી શકે તે માટે ગામમાં ખેતી ધરાવતાઙ્ગ પરિવાર પાસે થી જેટલાં વીદ્યા હોય ૧ વીદ્યા દીઠ માત્ર રૂ. ૫૦૦ જેટલી રકમ ફાળા માટે લેવામાં આવી હતી.. આમ નાના થી લઈને મોટા પરિવારોએ પોતાનું યોગદાન આપ્યું હતું.. બાકીની રકમ મૂળ શાપુરના બહારગામ દેશ તેમજ વિદેશમાં વસતા ઉદ્યોગપતિઓ તેમજ અન્ય લોકોએ ઉદાર હાથે ફાળો આપી આ સમાજના કામ માટે સહભાગી બન્યા છે.

(1:14 pm IST)