Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

લોધીકાના હરિપરમાં બાથરૂમમાં પડી જતાં ૫૦ વર્ષના અમીબેન ખરાનું મોત

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાર દિવસની સારવાર બાદ દમ તોડ્યો

રાજકોટ તા. ૭: લોધીકાના હરિપર ગામે રહેતાં ચારણ મહિલા ચાર દિવસ પહેલા ઘરે બાથરૂમમાં પડી જતાં ઇજા થઇ હતી. તેમનું સારવાર દરમિયાન આજે સવારે મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હરિપર રહેતાં અમીબેન નાથાભાઇ ખરા (ઉ.વ.૫૦) નામના મહિલા તા. ૩ના બપોરે બાથરૂમમાં પડી જતાં ઇજા થતાં બેભાન થઇ ગયા હતાં. તેમને સારવાર માટે રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. અહિ આજે સવારે મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃત્યુ પામનારને સંતાનમાં એક પુત્ર અને ચાર પુત્રી છે. પતિ નિવૃત જીવન ગાળે છે. બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજભાઇએ કાગળો કરી લોધીકા પોલીસને જાણ કરી હતી.

(12:04 pm IST)