Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

પોરબંદરની ગોઢાણા સીમમાં ફરી દીપડો દેખાયો

૧૦ દિવસ પહેલા વન વિભાગે પાંજરુ મુકી દીપડાને પકડી પાડ્યા બાદ ફરી બીજા દીપડાના આંટા ફેરા

પોરબંદર તા.૭: પોરબંદરના બગવદર તાબાની ગોઢાણા સીમમાં ગઇકાલે ફરી દીપડો દેખાતા  ખેતરોમાં કામ કરતા ખેડુતો તથા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી થયેલ છે. વન વિભાગે સીમા વિસ્તારમાં પાંજરા ગોઠવીને દીપડાને પકડી લેવા માંગણી ઉઠી છે.

૧૦ દિવસ  પહેલા સીમમાં દીપડાને આંટાફેરાની જાણ ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી. અને વન વિભાગે પાંજરુ મુકીને દીપડાને પકડી લીધો હતો. ત્યાર બાદ ફરી દીપડાએ  દેખા દેતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયેલ છે.

(12:03 pm IST)