Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

પોરબંદરના જાવરમાં ૭ મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલાયોઃ શકીલ અને સાજીદ પાસેથી મુદ્દામાલ ઝડપાયો

પોરબંદર,તા.૭: જાવર વિસ્તારમાં ચોરી થયેલ ૭ મોબાઇલ ચોરનો ભેદ એલસીબીએ ઉકેલીએ શકિત ઉર્ફે મુલો રજાકભાઇ, મકરાણી તથા શાજીદ ઉર્ફે સાજલો મહોમદ સુમરાને ચોરાઉ મોબાઇલ સાથે પકડી પાડેલ છે.

જીલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુન્હાઓ બનતા અટકાવવા તથા વણશોધાયેલ મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા ર્ંજૂનાગઢ રેન્જ ડીઆઈજીશ્રી મનીંદર પ્રતાપસિંહ પવાર સાહેર્બં તથા ર્ંપોરબંદર પોલીસ અધિક્ષકશ્રી ડો.પાર્થરાજસિંહ ગોહિલ સાહેર્બં ની સુચના તેમજ ર્ંએલસીબી પીઆઇ શ્રી એમ.એન.દર્વેં ના માર્ગદર્શન હેઠળ આજરોજ એલસીબી પીએસઆઇ એચ.એન.ચુડાસર્માં એલ.સી.બી. સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હેડકોન્સ્ટેબલ બટુકભાઇ વિઝુંડા તથા સલીમભાઇ પઠાર્ણં ને મળેલ ચોકકસ હકીકતના આધારે પોરબંદર સુભાષનગર રીક્ષા બસ સ્ટેન્ડ પાણીના ટાંકા પાસેથી આરોપી ર્ં(૧) શકીલ ઉર્ફે મુલો રજાકભાઇ મકરાણી ઉ.વ.૨૦ રહે.તકીયા પહેલા છાંયા એપાર્ટમેન્ટ તથા નં(૨) સાજીદ ઉર્ફે સાજલો મહમદ સુમરા ઉ.વ.૨૩ રહે. વિરડીપ્લોટ રહેમાની મસ્જીદ પાર્સેં પોરબંદરવાળાને પકડી પાડેલ અને મજકુરોની અંગ ઝડતી કરતા તેઓની પાસેથી શકપડતા ર્ંમોબાઇલ ફોન નંગ-૭ર્ં મળી આવેલ જેમા મોબાઇલ ફોન (૧) ઓપો  કંપનીનો કાળા કલરનો ફોન-૧, કિ.રૂ.૩૦૦૦/- (૨) ઓપો કંપનીનો લાલ કલરનો મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૩૦૦૦/- (૩) વીવો ૯૧ કંપનીનો મોડલ નં. ૧૮૧૬ બ્લુ કલરનો મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૩૦૦૦/- (૪) સેમસંગ જે-૨ ગોલ્ડન કલરનો મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૫૦૦/- (૫) વીવો Y51L કંપનીનો સફેદ કલરનો મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૧૦૦૦/- (૬) સેમસંગ કંપનીનો મોડલ નં.9300I કાળા કલરનો મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૫૦૦/- (૭) વીવો ૧૮૧૨ કંપનીનો કાળા કલરનો મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૩૦૦૦/- નો મુદ્દામાલ રિકવર કરેલ છે.

મજકુર ઇસમોના નામ ર્ંપોકેટકોર્પં માં સર્ચ કરાવતા મજકુર નં.(૧) ઇસમ સને-૨૦૧૯ માં કમલાબાગ પો.સ્ટે. ગુર.નં. I 96/2019 કલમ-૩૮૦, ૪૫૪, ૪૫૭ માં પકડાયેલ હતો જેથી આરોપીઓની ઉંડાણપુર્વક પૂછપરછ કરતા ભાંગી પડેલ અને આજથી એકાદ મહીના પહેલા જાવર ગામના અલગ અલગ જગ્યાએથી મોબાઇલ ફોન ચોરી કરેલાની કબુલાત આપેલ. જેથી એક માસમા થયેલ મોબાઇલ ફોન ચોરીઓના ભેદ ઉકેલાઇ ગયેલ છે.

આ કામગીરીમા  સ્ટાફના રમેશભાઇ જાદવ, બટુકબાઇ વિંઝુડા, રામભાઇ ડાકી, રવિન્દ્રભાઇ ચાઉ, રણજીતસિહ દયાતર, ગોવિંદભાઇ મકવાણા, કાનાભાઇ ઓડેદરા, મહેશભાઇ શિયાળ, સલીમભાઇ પઠાણ, દિલીપભાઇ મોઢવાડીયા, વિગેરેએ ભારે જહેમત ઉઠાવેલ હતી.

(12:03 pm IST)