Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

દ્વારકા પાલિકાની ખાસ બેઠક મળી

દ્વારકા : નગરપાલીકા સેવા સદનમાં રાજયની પાલિકાઓના પ્રમુખ ઉપપ્રમુખની ઉપસ્થિતિમાં ખાસ બેઠક મળી હતી. પાલિકાના પ્રમુખ જીતેશભાઇ માણેક, ઉપપ્રમુખ પરેશભાઇ ઝાંખરીયા તથા ભાજપ શહેર પ્રમુખ વિજયભાઇ બુઝડની જહેમતથી દ્વારકાની મુલાકાતે સમગ્ર રાજયની પાલિકાના પદાધિકારી ગણ હાજર રહેલ. રાજયની પાલિકાના વિસ્તારમાં પ્રજાકીય સુખાકારી તથા સવલતો અને રાજય સરકાર પાસે જરૂરી સુવિધા માટેની ગ્રાંટના મુદ્દાઓ સહિતની ચર્ચા થઇ હતી. પાલિકાની ખાસ બેઠક મળી તે તસ્વીર.

(12:02 pm IST)