Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

પોરબંદરઃ સરાડિયા-શાપુર બંધ રેલ્વે લાઇનનો વર્ષો જૂનો પ્રશ્ન જવાહરભાઇ ચાવડા ઉકેલશે?

પોરબંદર તા. ૭ :.. કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલ બંદરીય મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાએ પોરબંદરની મુલાકાતે આવતાં ખારવા સમાજના અગ્રણીઓ તેમજ માચ્છીમાર એસોસીએશનના અગ્રણીઓ સાથે બંદર મુલાકાત લીધેલ. તેમની સમસ્યા જાણી આગામી રીવ્યુ બેઠકમાં પોરબંદરના બંદરની સમસ્યા મુશ્કેલીઓ સંબંધે વિચારણા કરાશે. તેવી હૈયા ધારણ આપી હતી. ત્યારે પ્રશ્નએ ઉપસ્થિત થાય છે કે, મંત્રીશ્રી મત વિસ્તાર માણવદરની વિકાસની વાત કેમ  શરૂ કરાવતા નથી ?

સને ૧૯૮૩ ના રૂલ્ક દરમ્યાન સરાડીયા - શાપુર લાઇન ડેમેજ થતાં કોઇપણ પ્રકારની પુર્વ જાહેરાત વિના બંધ કરાવી દેવામાં આવેલ. તે પુનઃ શરૂ કરવા સને ર૦૦૩ માં ભાજપ ના પૂર્વ સાંસદ ગોરધનભાઇ જાવીયાના પ્રતિનિધી તરીકે ભાવનગર રેલ્વે ડીવીઝન  (પ.રે.) ડી. આર. યુ. સી. સી. માં નિમણુંક પામતાં પ્રથમ બેઠકમાં સરાડીયા - શાપુર બંધ પડેલ રેલ્વે લાઇન શરૂ કરવા તર્કબધ્ધ રજૂઆત કેન્દ્ર સરકાર રાષ્ટ્રપતિ ને  રજુઆત કરતાં પરિણામ સકારત્મક આવેલ.

સરાડીયા શાપુર-સરાડીયા રેલ્વે ને સારી એવી આવક મળતી અને કોસ્ટલ-ટૂંકથી શાપુર, વેરાવળ કોસ્ટેલ હાર્બર ટ્રેકથી સહેલાયથી જોડાયેલ નવાબી શાસન કાળમાં ચરડીયા-શાપુર-સરાડીયાનું મહત્વ રહેલ. આખરે આ સરાડીયા શાપુર-સરાડીયા લાઇન પુનઃજીવંત કરવાનું મંજૂર થયેલ. ડો. મનમોહનસિંહની કેન્દ્રશાસીત સરકારમાં કોંગ્રેસમાંથી ચૂંટાયેલ સ્વ. સાંસદ સભ્ય વિઠ્ઠલભાઇ રાદડીયાએ તથા ધારાસભ્ય જવાહરભાઇ ચાવડાએ પૂર્વ ડી. આર. યુ. સી. સી. પ્રતિનિધિત્વની સતત રજૂઆત રહેતાં પુર્વ ધારાસભ્ય અને પૂર્વ  વિધાનસભા વિરોધ પક્ષના નેતા અર્જુનભાઇએ રસ લેતાં જે તે સમયના કોંગ્રેસ મહામંત્રી અહેમદભાઇ પટેલને સાથે સરાડીયા શાપુર સરાડીયા રેલ્વે  લાઇન તાત્કાલીક શરૂ કરવા મંજૂર કરાવેલ. મોટી જાહેરાત પણ કરી અને સ્વ. વિઠલભાઇ રાદડીયાએ પ્રતિસા લીધી કે જયાં સુધી રેલ્વે લાઇનની કામગીરી હાથ નહીં ધરાય યાને શરૂ નહીં થાય ત્યાં સુધી માણાવદરમાં પગ  નહીં મુકે. પરંતુ તેઓશ્રીની પ્રતિજ્ઞા યથાવત રહી ગંભીર બિમારીમાં આવી જતા અટકી પડેલ છે.

યુનિ. સરકારના શાસનકાળ દરમ્યાન પૂર્વ સાંસદ ગોરધનભાઇ જાવીયાએ કોસ્ટલ-યાનૃ બંદરીય ક્ષેત્ર જોડતી ઓખા-પોરબંદર-વેરાવળ-ભાવનગર જોડતી ટ્રેનની સુવિધા મળી રહે તે માટે પૂર્વ ડી.આર.યુ.સી.સી. સભ્યશ્રી એચ.એમ. પારેખ પાસે સર્વે કરાવેલ ૪પ૦ કિલોમીટરની કોસ્ટલ ટ્રેનની કોસ્ટલ ટ્રેન સુવિધા જે તે સમયે જામનગર જીલ્લાથી સંકળાયેલ હાલ દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી જીલ્લાના બંદરો સાથે જોડાય તે રીતે સર્વે કરવામાં આવેલ. તે મુજબ ઓખા-કાનાલુસ ભાણવડ-સાંસજાળીયા જંકશન, પોરબંદરથી -વાંસજાળીયા જંકશન જામજોધપુર, ઉપલેટા, ધોરાજી જેતલસર જંકશન-જુનાગઢ શાપુર સર્વે કરાયેલ. બીજો સર્વે ઓખા-કાનાલુસ-ભાણવડ-વાંસજાળીયા જંકશન પોરબંદર-વાંસજાળીયા જંકશનથી સરાડીયા શાપુર સરાડીયા-હાથ ધરાયેલ જે શાપુર-કેશોદ-હાટીના માળીયા ચોરવાડનો હાથ ધરાયેલ.

ત્રીજો સર્વે ઓખાથી ભાવનગરનો કોસ્ટલ-ઓખાથી ભાટીયા કોસ્ટલ રોડ લાંબા બંદર હર્ષદપટ્ટી કોસ્ટલ ભાવપરા-કુછડી-બોખીરા પોરબંદર-નવીબંદર-માધવપુર-માંગરોલ-વેરાવળ કરવામાં આવેલ. વચમાં એક સર્વે ખંભાળીયા-અડવાણા-બગવદર-બોખીરા-પોરબંદર નવીબંદર-માધવપુર-માંગરોળ ચોરવાડ વેરાવળ પણ દર્શાવેલ છે તે પૈકી વાંસજાળીયા જંકશન-સરાડીયા ૪૦ કિલોમીટરનો સર્વે કરવાનું મંજુર થયેલ છે. સર્વે ખર્ચેની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવેલ છે. કુતિયાણા નવાબી શાસકાળથી ડોક સ્ટેશન હતું. કુતિયાણા સરાડીયા કુતિયાણા વચ્ચે જવાથી શાસનકાળથી સને ૧૯૮૩ ફલ્ડ સમય બાદ કાર્યરત હતું. હાલ કસ્ટમ્સ ચોકમાં આ સ્ટેશન આવેલ સ્ટેશન છે. વાંસજાળીયા જંકશન સરાડીયા વચ્ચે સર્વે કુતિયાણાને ડોક સ્ટેશનના બદલે નવું સ્ટેશન કાર્યરત કરવાનો આ કામગીરીમાં સમાવેશ થયેલ છે.

જયારે વેરાવળથી ભાવનગર કોસ્ટલ હાઇવે ટ્રેક માર્ગ વેરાવળ બંદર હાર્બર વેરાવળ-સવની-તાલાલા સાસણ વિસાવદર, ધારી, અમરેલી, મહુવા ખીજદડીયા જંકશન અથવા મહુવા ઢસા જંકશન ઘોઘા જંકશન સોનગઢ -ભાવનગર -ભાવનગર ટર્મીનેસ આ ટ્રેક તૈયાર છે કાર્યરત છે.  બીજો વિભાગ તાલાલા-પ્રાચી રોડ અથવા સોમનાથ (પ્રભાસ પાટણ) સુત્રાપાડા, કોડીનાર, પ્રાચી રોડ (પટણીકોડા) હડમતીયા ગીર-ઉના-મહુવા જાફરાબાદ આ વિસ્તારમાં નવી લાઇન નાખવી પડે તેમ છે.

રાજય સરકારમાં માનભેર મંત્રીશ્રીના આશન પર બિરાજવા મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાના મતક્ષેત્રમાં આવેલ સરાડીયા શાપુર-સરાડીયા સને ૧૯૮૩ થી  બિનકાર્યરત બનેલ પુનઃ કાર્યરત કરવા પાંચ વરસથી મંજુરીની મોહર લાગી ગયેલ છે. આ કામગીરી વહેલી શરૂ કરાવવા પોતાની વગનો ઉપયોગ કેન્દ્ર સરકારમાં કરી સરાડીયા -શાપુર-સરાડીયા ટ્રેક કાર્યરત બનાવે. પ્રથમ તો દબાણ હટાવવાની મહત્વપૂર્ણ કામગીરી કરાવે હાલ હૈયાત રેલ્વે સ્ટેશને ખંઢેર બની રહ્યા છે. સ્ટેશનના બારી બારણા કિંમતી લાકડી ચોરી થઇ જાય છે.

(12:00 pm IST)