Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

હળવદમાં નિવૃત કર્મચારી મંડળની સામાન્યસભા

હળવદ : હળવદ તાલુકા નિવૃત કર્મચારી મંડળ ની એક સામાન્ય સભા નું આયોજન બ્રાહ્મણ સમાજ ની ભોજન શાળા ખાતે યોજાયું હતું જેમાં તાલુકભર ના ત્રણસો થી વધુ નિવૃત કર્મચારીઓ ઉમટી પડ્યા હતા જેમાં પોતાને પડતી વિવિધ મુસીબતો ની ચર્ચા આ તકે કરવામાં આવી હતી જેમાં ખાસ સરકાર દ્વ્રારા નિવૃત્ત્। કર્મચારીઓ ને અગાઉ મળતી મેડિકલ પેન્શન સેવાબંધ કરી કેસલેશ સેવા ચાલુ કરવામાં આવતા પૂનૅં આ મેડિકલ પેન્શન ચાલુ કરવાની માંગ કરી હતી.હળવદ ખાતે ભહ્મસમાજ ની ભોજનશાળા ખાતે સમગ્ર તાલુકા ના ત્રણસો થી વધુ નિવૃત કર્મચારીઓ ની એક બેઠક નું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લા નિવૃત કર્મચારી સંદ્ય ના પ્રમુખ જીવણભાઈ ડાંગર,.અમદાવાદ થી ખાસ ઉપસ્થિત રહેલા મકવાણા ભાઈ,હળવદ નિવૃત કર્મચારી સંદ્ય ના પ્રમુખ જયતિભાઈ,મંત્રી રમેશભાઈ જોશી તેમજ મુળી, લીંબડી, પાટડી, લખતર, અને વઢવાણ થી આવેલા મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આતકે કેદ્ર સરકાર દ્વારા નિવૃત કર્મચારીઓ ને વારસાગત ફેમિલી પેન્શન મળે છે જયારે રાજય સરકાર માં પેન્શરો ને આ લાભ નહીં મળતો હોવાની ચર્ચા આ તકે કરવામાં આવી હતી.(તસ્વીર-અહેવાલ : હરીશ રબારી, હળવદ)

(11:59 am IST)