Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

ઉપલેટામાં સમસ્ત આહીર સમાજ દ્વારા કોશિષથી કામયાબી કાર્યક્રમ

ઉપલેટા :  ઉપલેટામાં ખાખીજાળીયા રોડ પર આવેલ એપલ ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે ખ્યાતનામ મોટીવેશનલ સ્પીકર અને કટાર લેખક એવા જય વસાવડાનો ઙ્કકોશિષ થી કામયાબીઙ્ખ સુધીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ચિત્ર અને પુસ્તક પ્રદર્શન પણ યોજવામા આવ્યુ હતુ. વીશેષમાં મુળ ઉપલેટાના વતની એવા ત્રણ વ્યકિતઓ કે જેઓ વિદેશમાં તેમજ અન્ય જિલ્લામાં ઉપલેટા શહેર તથા આહિર સમાજનું નામ રોશન કરેલ છે એવા વ્યકિતઓના સન્માન કરવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ સન્માન આહિર સમાજના ભામાશા ગણાતા અમેરિકા સ્થિત ફય્ત્ સ્વ. ઉકાભાઈ સોલંકીનુ મરણોત્ત્।ર સન્માન, બીજુ હાલ અમેરિકાના કેલિફોર્નિયા રાજયમાં આવેલ સેરીટોસ સીટીના મેયરપદ પર બીરાજમાન નરેશભાઈ સોલંકીનુ સન્માન તેમજ જૂનાગઢના પ્રખ્યાત ડરમેટોલોજીસ્ટ ડો. પિયુષ બોરખતરીયાનુ આ તકે વિશેષ સન્માન દરેક સમાજ અને સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું. ઉપરાંત આ કાર્યક્રમમાં ખ્યાતનામ મોટીવેશનલ સ્પીકર અને કટાર લેખક એવા જય વસાવડા દ્વારા ઙ્કકોશિષ થી કામયાબીઙ્ખ ના કાર્યક્રમ અંતર્ગત કોઈપણ ક્ષેત્રમાં સફળતાએ કેવી રીતે પહોંચવું, સફળતા કેવી રીતે મેળવવી શકાય, સફળતા મેળવવા માટે શું કરવું પડે અને સફળતા મેળવ્યા બાદ શુ કરવુ એ અંગેનું તમામ ઉપસ્થિત વિદ્યાર્થીઓ, વાલીઓ, મહાનુભવો તેમજ શહેરીજનોને માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમનુ આયોજન ઉપલેટા સમસ્ત આહિર સમાજના પ્રમુખ પ્રો. ડો.પ્રવિણભાઈ ભેડાના માર્ગદર્શન હેઠળ સમસ્ત આહિર સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દરેક સમાજના લોકો અને શાળા-કોલેજના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યુ હતુ.(તસ્વીર - અહેવાલ : ભરત દોશી, ઉપલેટા)

(11:56 am IST)