Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

મોરબીમાં ત્રિદિવસીય યુવા જ્ઞાનોત્સવઃ પૂ.જ્ઞાનવત્સલ સ્વામી જય વસાવડા અને કાજલ ઓઝા સહિત વકતાઓના વકતવ્યો

પુસ્તક મેળો વકતૃત્વ તથા વાનગી સ્પર્ધા વિવિધ પ્રદર્શન ફન સ્ટ્રીટ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ

મોરબી,તા.૭: શનાળા ગામ નજીક આવેલઙ્ગ પટેલ સમાજ વાડી ખાતે તા.૧૦ થી ૧૨ દરમિયાન ત્રણ દિવસીય યુવા જ્ઞાનોત્સવ ૨૦૨૦ નું આયોજન કરવામાં આવ્યું છે.  કાર્યક્રમનું ઉદ્દદ્યાટન પોતાના જીવને જોખમમાં મૂકીને આગ બુઝાવાનું કામ કરતા ફાયરબ્રિગેડના જવાનોના હસ્તે કરવામાં આવશે.

ત્રિ દિવસીય કાર્યક્રમમાં પૂ.જ્ઞાનવત્સલ સ્વામી, જેડી મજેઠીયા, સવજીભાઈ ધોળકીયા, ઉત્સવ પરમાર, જય વસાવડા, જયસુખભાઈ પટેલ, સંજય રાવલ, કાજલ ઓઝા વૈદ્ય અને રિઝવાન આડતીયાનુ વકતવ્ય યોજાશે. જ્ઞાનોત્સવમાં રાષ્ટ્રીય કક્ષાના નામી તજજ્ઞો- વકતાઓ અદભુત જ્ઞાનવાણીની સાથે ૩૦ ટકા ડિસ્કાઉન્ટ સાથે ભવ્ય પુસ્તક મેળો યોજાશે, વાનગી સ્પર્ધા, વિવિધ પ્રદર્શન અને ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ વિસરાતી જતી શેરી રમતોને જીવંત કરવા ફન સ્ટ્રીટ જેવાઙ્ગ કાર્યક્રમો પણ યોજાશે. જયારે ૩૦ ટકા ડિસ્કાઉન્ટ સાથેનો ભવ્ય પુસ્તક મેળાનો સમય દરરોજ સવારે ૦૯ થી રાત્રીના ૦૯ :૩૦ સુધી કાર્યરત રહેશે .

અગાઉ જે વકતૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં ૧ હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો. તેના ત્રણ કેટેગરીમાં ઇનામ વિતરણ આ કાર્યક્રમ દરમિયાન કરવામાં આવશે. મોરબી યુવા જ્ઞાનોત્સવ સમિતિ અને યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા દરેક લોકોને મિત્રો, પરિવાર સાથે મોરબી યુવા જ્ઞાનોત્સવનો લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવાયું છે. આ યુવા જ્ઞાનોત્સવને સફળ બનાવવા માટે યુવા જ્ઞાનોત્સવ સમિતિ અને યંગ ઇન્ડિયા ગ્રુપના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.

જલારામ મંદિર દ્વારા ઉંધિયાનું વિતરણ

શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પ્રતિવર્ષ ની જેમ પ્રવર્તમાન વર્ષે પણ મકરસંક્રાંતિના પર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે રજવાડી ઊંધિયાનુ વિતરણ કરવાનુ આયોજન કરવામા આવેલ છે.

ઊંધિયુ પ્રતિકીલો રૂ.૧૦૦ ના ભાવે કન્ટેનર પેકિંગમા ઉપલબ્ધ રહેશે. ઊંધિયુના બુકીંગ માટે શ્રી જલારામ પ્રાર્થના મંદિર-અયોધ્યાપુરી રોડ, દરિયાલાલ આલુ ભંડાર-શાકમાર્કટ, ઙ્ગસુરેશ કાપડ ભંડાર-જેઈલ રોડ, હરિશભાઈ દેવકરણભાઈ રાજા-સરદાર રોડ, પોપટ પાન-સામાકાંઠે, ગુડી અમૂલ પાર્લર- સામાકાંઠે, પુજારા સિઝન સ્ટોર્સ-વાવડી રોડ, નુપૂર નમકીન-બાપા સિતારામ ચોક, રાજુભાઈ ગીરનારી-દાણા પીઠ તથા જલારામ પાર્ક, પરમાર ઈલેકટ્રોનિકસ-ગેસ્ટહાઉસ રોડ, પે એન્ડ પ્લે વિડીયો ગેમ(જયંતભાઈ રાદ્યુરા)- સ્ટેશન રોડ મોરબી ખાતે સંપર્ક કરવો. ઊંધીયા નુ તા.૧૪ના રોજ સવારે ૮ કલાકથી શ્રી જલારામ પ્રાર્થના મંદિર-અયોધ્યાપુરી રોડ,મોરબી ખાતે વિતરણ કરવામા આવશે.

મેડીકલ કોલેજને આવકાર

મોરબીને મેડીકલ કોલેજ આપવાની સરકારની જાહેરાતને ઠેર ઠેર આવકાર મળી રહ્યયો છે ત્યારે મેડીકલ કોલેજ માટે સતત માંગણી કરનાર તેમજ રજૂઆત કરનાર સામાજિક આગેવાને પણ સરકારની જાહેરાતને આવકારી છે

સામાજિક કાર્યકર અને વિશ્વ હિંદુ પરિષદ મોરબી જીલ્લા મંત્રી હસમુખભાઈ ગઢવીએ મોરબી જિલ્લાને મેડીકલ કોલેજ મળે તે માટે મુખ્યમંત્રી સુધી રજુઆતો કરી હતી અનેક પત્ર વ્યવહાર કરીને મોરબીના વિદ્યાર્થીઓના હિતમાં મેડીકલ કોલેજ આપવા અસરકારક રજૂઆત કરી હતી અને સરકારે આખરે મેડીકલ કોલેજની માંગ સ્વીકારી જાહેરાત કરી છે ત્યારે હસમુખભાઈ ગઢવીએ સરકારના કાર્યની સરાહના કરી છે.

(11:53 am IST)