Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

મારા ભાઇને શા માટે પકડ્યો? કચ્છમાં દારૂના નશામાં પોલીસ સ્ટેશને જઇને ઉપરાણુ લીધુ

ભુજ,તા.૭:  ગાંધીના ગુજરાતમાં દારૂની વધતી જતી બદી અને કડક કાયદાની ગુજરાત સરકારની વાતોની અસર માત્ર મીડીયા પૂરતી જ રહી ગઈ છે. વાસ્તવિકતા તો જુઓ કે, ગુનેગારોને જાણે કાયદાનો કે પોલીસનો ડર રહ્યો જ નથી. અંજાર પોલીસ સ્ટેશને ધસી ગયેલા શંભુ રવજી આહીર નામના શખ્સે પોલીસ પાસે પોતાના ભાઈને શા માટે પકડ્યો છે? તે અંગે પુછાણું લઈને એલફેલ બકવાસ શરૂ કર્યો હતો. નશામાં ધૂત આ શખ્સે પોલીસને કાયદો સમજાવવાની કોશિશ કરી હતી. પણ, પોલીસને ખ્યાલ આવી ગયો હતો કે શંભુ આહીર નશામાં છે એટલે અંતે તેને પકડીને તેની સામે ગુનો નોંધી પોલીસે કાયદાની આબરૂ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. અંજારમાં બનેલા આ કિસ્સો જોતાં, સરહદી જિલ્લા કચ્છમાં વ્યાપક બનતી દારૂની બદી અને ઓસરતી કાયદાની ધાક જોતાં અહીં વધુ કડક પોલીસ અમ્લદારોની જરૂરત વર્તાય છે.

(11:48 am IST)