Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

કચ્છના દરિયામાં ઝડપાયેલ ૧૭૫ કરોડના ડ્રગ્સનું કન્સાઇમેન્ટ પોરબંદર તરફનું ?

પોરબંદરની ગોસા અને મીયાણી ચેકપોસ્ટ હટાવી નાખતા દરિયાકાંઠો નધણિયાતઃ અફઘાનિસ્તાનના દાગી બંદરથી ડ્રગ્સનું કન્સાઇમેન્ટ રવાના કર્યાની શંકા

 પોરબંદર તા.૭ : કચ્છના જખૌ દરિયામાં પાકિસ્તાનની બોટમાંથી ઝડપાયેલ ૧૭પ કરોડના ડ્રગ્સનું કન્સાઇમેન્ટ પોરબંદર તરફનું હોવાની શંકાનું દેશહિત માટે દરિયા કાંઠા ઉપર નજર રાખતા ડેન્ઝર અને ચાર્લીએ ઇશારો કરેલ છે.

પોરબંદરનો દરિયાકાંઠાને લાંબા સમયથી અતિ સંવેદનશીલ જાહેર કરેલ છે ત્યારે થોડા સમય પહેલા પોરબંદર કાંઠા ઉપર ગાોસા અને મીયાણીની ચેક પોસ્ટ હટાવી નાખતા દરિયા કાંઠો વધુ નઘણિયાત બન્યો છે.

અતિ સેવંદનીશલ દરિયા કાંઠા ઉપર ફરીથી પીળી ધાતુની દાણચોરી થાય તેવી સંભાવના છે હાલ સોનાના ભાવ ઉચી સપાટીએ પહોંચ્યા છે.

એક ચર્ચા મુજબ ગઇકાલે કોડવર્ડમાં કેટલાક શખ્સોએ વાત કરવા હિલચાલ શરૂ કરી હતી.

૧૭પ કરોડના ડ્રગ્સનું કન્સાઇમેન્ટ અફઘાનિસ્તાનના દાગી બંદરથી રવાના થયેલ હોવાની સંભાવના છે અતિ સંવેદનશીલકાંઠા ઉપર પુનઃ આરડીએકસ તથા હથિયારોનું લેન્ડીંગ થાય છે. નકારી શકાય નહી.

(11:47 am IST)