Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

જસદણમાં નાગરિકતા કાયદાના સમર્થનમાં વિશાલ રેલી

જસદણ તા.૭: નાગરિક સંશોધન કાયદાના સમર્થનમાં રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા જસદણ ખાતે વિશાળ જનજાગૃતિ રેલીઙ્ગ યોજાઇ હતી.

જસદણમાં ચિતલીયા રોડ ઉપર સરદાર ચોક ખાતે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પમાળા પહેરાવ્યા બાદ આ વિશાળ રેલીઙ્ગ મોતી ચોક, મેઈન બજાર, ટાવર ચોક થઇનેઙ્ગ જુના બસ સ્ટેન્ડે પહોંચી હતી. જુના બસ સ્ટેન્ડ ખાતે ડો. બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને ફુલહાર કર્યા બાદ રેલી જન સભામાં ફેરવાઇ હતી.

રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી અને સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજનાના ચેરમેન ડો. ભરતભાઈ બોદ્યરાએ સભા સંબોધતા જણાવ્યું હતું કે નાગરિક સંશોધન કાયદાથી હિંદુ કે મુસ્લિમ કોઈ પણ લોકોએ ગભરાવાની જરૂર નથી. તેમણે કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ આ કાયદાને લઈને ખોટો ભ્રમ ફેલાવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ચૂંટણી ઢંઢેરામાં જણાવ્યા મુજબ કલમ ૩૭૦, રામ મંદિર, નાગરિક સંશોધન બિલ સહિતની કામગીરી માત્ર પાંચ માસના ટૂંકા ગાળામાં પૂર્ણ કરી છે. વધુમાં ડો. બોધરાએ સભામાં ઉપસ્થિત વિશાળ જનમેદનીનેઙ્ગ બે હાથ ઊંચા કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ મંત્રી અમિતભાઇ શાહને આ ઐતિહાસિક કાયદાની તરફેણમાં સમર્થન આપવા જણાવતા લોકોએ બે હાથ ઊંચા કરી 'ભારત માતાકી જય ઙ્ક ના નાદ સાથે સમર્થન આપતા વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.' રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયાએ આ કાયદા અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે ભારત આઝાદ થયું ત્યારથી આ પ્રશ્ન તો હતો જે ભાજપ સરકારે પૂર્ણ કરી બતાવ્યો છે. આ પ્રસંગે જસદણ નગરપાલિકાના પ્રમુખ જીગ્નેશભાઈ હિરપરા, ઉપપ્રમુખ રેખાબેન પંકજભાઈ ચાવ, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ ડી. કે. સખિયા, યુવા અગ્રણી અલ્પેશભાઈ રૂપારેલીયા, કાર્તિકભાઈ હુદડ, જસદણ શહેર ભાજપના પ્રભારી અશોકભાઈ મહેતા, જસદણ ભાજપ પ્રમુખ અનિલભાઈ મકાણી, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભરતભાઇ છાયાણી, જસદણ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અશોકભાઇ ધાધલ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મુન્નાભાઇ સોજીત્રા, તાલુકા ભાજપ પ્રમુખ વલ્લભભાઈ રામાણી,ઙ્ગ રાજકોટ જિલ્લા ભાજપ મીડિયા સેલના સહ ઇન્ચાર્જ રાજુભાઇ ચાવડા, નગરપાલિકાના સભ્ય નરેશભાઈ ચોહલીયા, બીજલભાઈ ભેંસજાળીયા, જે. પી. રાઠોડ, ભીખાભાઇ રોકડ, સોનલબેન વસાણી,ઙ્ગ ભરતભાઇ ધારૈયા, અશોકભાઈ ગાંધી,ઙ્ગ દુરગેશભાઇ કુબાવત, પ્રેમજીભાઈ રાજપરા, પાલિકાના પૂર્વ પ્રમુખ રમાબેન મકવાણા,ઙ્ગ ઙ્ગરાજકોટ જિલ્લા ભાજપ મંત્રી હરેશભાઈ હેરભા,ઙ્ગ ચંદુભાઈ કચ્છી, પરેશભાઈ રાદડિયા વિરનગર સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીર-અહેવાલ ધર્મેશ કલ્યાણી - જસદણ)

(11:47 am IST)