Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

જસદણથી રાજપરા સાઇકલ યાત્રા

જસદણઃ સાયકલ કલબ દ્વારા રાત્રે ૧ર કલાકે જસદણથી રાજપરા (ખોડિયાર મંદિર) સુધીની ૧૧૭ કિ.મી.ની સાયકલ યાત્રાનું જસદણ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.એસ.આઇ. ડી. પી. ઝાલાએ લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. સાયકલ યાત્રામાં જસદણ કલબના સભ્યોનો ઉત્સાહ વધારવા જસદણ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.એસ.આઇ. ડી. પી. ઝાલા,  સામાજીક આગેવાન નરેશભાઇ પોલરા (દરેડ વાળા)એ જસદણ પોલીસ સ્ટેશનથી શહેરના મુખ્ય માર્ગો પર સાયકલ ચલાવીને સીટીપ્રાઇડ સિનેમા સુધીની ૬ કિ.મી. સાયકલ સવારી કરી સાયકલ કલબના યુવાનોના જુસ્સામાં વધારો કર્યો હતો અને રાજકોટથી શહેરનું ઘરેણું સમાન વિદેશમાં પેરીસની અલ્ટ્રાસાયકલિંગમાં ડંકો વગાડનાર  નિલેશભાઇ ગોટીએ રાજકોટથી રાજપરા સુધી ૧૮૦ કિ.મી.ની યાત્રા કરી હતી. સાઇકલ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું તે તસ્વીર. (તસ્વીર હુસામુદ્દીન કપાસી જસદણ)

(11:46 am IST)