Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

લીંબડીમાં મકાનની છત ઉપર પ્લાઇવુડનો ઉપયોગ કરીને છૂપાવેલ દારૂ ઝડપાયો

વઢવાણઃ પ્રથમ તસ્વીરમાં પોલીસની ટીમ પ્લાયવુડ ખોલીને દારૂ જપ્ત કરતી નજરે પડે છે. બીજી તસ્વીરમાં જપ્ત કરાયેલ દારૂ નજરે પડે છે. (તસ્વીરઃ ફઝલ ચૌહાણ-વઢવાણ)

ઢવાણ તા.૭: સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધીક્ષક મહેન્દ્ર બગડીયાની સુચનાથી પ્રોહી જુગાર અંગેની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવાની સુચનાથી તેમજના પોઅધિ ડી.વી.બસીયા લીંબડી ડિવિઝન સા.ના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. એસ.એસ.વરૂસાની સાથે પો.હેડ.કોન્સ હરપાલસિંહ જી.પરમાર તથા પો.હેડ.કોન્સ. કુલદીપસિંહ ડી.ઝાલા તથા પો.હેડ.કોન્સ.દશરથસિંહ એલ.જાદવ તથા પો.કોન્સ.હરદીપસિંહ એસ.ઝાલા તથા ડ્રા.પો.કોન્સ. જયેશભાઇ વિગેરે સ્ટાફ સાથે લીંબડી પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન પો.સ.ઇ. એસ.એસ.વરૂને મળેલ બાતમી હકીકત આધારે લીંબડી પાવર હાઉસ રોડ ખાતે રહેતા ઉમેશ ઉર્ફે લાલો રાજેશભાઇ શ્રવણ (બાવાજી)ના રહેણાંક મકાને ઓસરીના ભાગમાં છત ઉપર પ્લાઇવુડથી પીઓપી કરેલ હોય. જે પીઓપીમાં કોલ્ડીંગ લાઇટ ફીટ કરેલ હોય જે લાઇટ ખોલી પીઓપીના ઉપરના અંદરના ભાગે ઉપરની છત અને પીઓપીની વચ્ચે રહેલ ખાલી જગ્યામાં ભારતીય બનાવટની પર પ્રાંતિય ઇંગ્લિશ દારૂ પાર્ટી સ્પેશિલય ડીલક્ષ વ્હીસ્કી બ્રાન્ડની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૫૦ કી.રૂ.૨૫,૦૦૦ નો મુદ્દામાલ મળી આવેલ હોય તેમજ મજકુર ઇસમ રેઇડ દરમ્યાન હાજર મળી આવેલ નહોય જેથી મજકુર ઇસમ વિરૂધ્ધ કવોલીટી કેસની કાયદેસરની કાર્યવાહી લીંબડી પોલીસ દ્વારા કરવામાં આવેલ છે.

(11:45 am IST)