Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

પોરબંદરના અંતરીક્ષ પ્રદર્શનમાં ચંદ્રયાન-૩ મોડેલનું આકર્ષણ

પોરબંદરઃ પોરબંદરની સેન્ટ મેરી હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે વિક્રમભાઇ સારાભાઇ સ્પેસ એકઝીબીશન અમદાવાદ દ્રારા બે દિવસીય અંતરીક્ષ પ્રદર્શન યોજાયુ છે. આજે પ્રદર્શનનો છેલ્લો દિવસ છે  પ્રદર્શનમા પોરબંદરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ, વાલીઓ, શહેરીજનો અંતરીક્ષ પ્રદર્શન નિહાળીને ઇસરો અને અંતરીક્ષ વિજ્ઞાન વિશે જાણકારી મેળવી રહ્યા છે. તથા ઇસરો દ્રારા બનાવેલ સેલ્ફી પોઇન્ટમા સેલ્ફી લઇને ખુશી અનુભવી રહ્યા છે. અંતરીક્ષ પ્રદર્શનમાં ઉપસ્થિત રહેલા ઇસરો અમદાવાદના આસી. એન્જીનીયરશ્રી પી.સી. શાહે કહ્યુકે, વિધાર્થીઓ તથા વાલીગણ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોના વિધાર્થીઓ, ઇસરો, વિજ્ઞાન અને ટેકનોલોજી થી વાકેફ થાય, સેટેલાઇટ, રોકેટ, લોંચ વ્હિકલ્સના મોડેલ જોઇને વિજ્ઞાન ટેકનોલોજીમા આગળ વધવા પ્રેરણા મળે તે માટે ઇસરોની અમારી એન્જીનીયર્સ અને વૈજ્ઞાનિકોની એક ટીમ આ આ પ્રદર્શન યોજવા ઙ્ગઉપસ્થિત રહી છે. આ ઉપરાંત વિધાર્થીઓ સાથે પ્રશ્નોતરી કરી તેઓના પ્રશ્નો સાંભળવામા આવે છે. તથા તેઓને માર્ગદર્શન આપવામાં આવે છે. આ પ્રદર્શનમાં રીમોટ સેન્સીંગ, પ્રત્યાયન, ઇન્ટરપ્લેનેટરી (મંગળયાન અને ચદ્રયાન) નેવીગેશન, લોન્ચ વ્હિકલ્સના મોડેલ પીએસએલવી,જીએસએલવી, સેટેલાઇટ વગેરેનું પ્રદર્શન કરાયુ છે. તથા બાળ વૈજ્ઞાનિકોએ પણ પોતાની કૃતિઓ બનાવી ને પ્રદર્શિત કરી છે. શ્રીમતિ કે.બી. જોષી કન્યા વિદ્યાલયની મારૂ વૃષાલી અને બામણીયા હર્ષિતા ધો.૧૧ આર્ટસમાં અભ્યાસ કરે છે. આ બન્ને આર્ટસની વિદ્યાર્થિનીઓએ ચંદ્રયાન-૩ બનાવીને તેનું પ્રદર્શન કર્યું હતું. આ બન્ને બાળ વૈજ્ઞાનિકોએ કહ્યુ કે, ચંદ્રયાન ૩ લોન્ચ થવાનું છે. એવી સ્ટોરી અખબારમાં વાચી હતી. ચંદ્રમાન૩ એ ચંદ્રયાન-૨ જેવુ જ છે. તેમ જાણવા મળતા ઇન્ટરનેટ પરથી વધુ વિગતો મેળવીને ચંદ્રયાન-૩ બનાવ્યુ છે. યાજ્ઞવલ્કય વિદ્યા મંદિરના ધો.૯ના વિદ્યાર્થીઓ સોલંકી દિવ્યેસ, મોઢવાડીયા ભીખુ અને કારાવદરા રામે વિજ્ઞાન મેળામાં ઞ્લ્ન્સ્ અને ભ્લ્ન્સ્ કૃતિ બનાવીને તેનું પ્રદર્શન કર્યું હતું. બાળ વૈજ્ઞાનિકોએ કહ્યુ કે, લોકોમાં સ્પેસ વિજ્ઞાન વિશે સમજ કેળવાય, વિદ્યાર્થીઓ પોતાનામાં રહેલી વૈજ્ઞાનિક વૃતિને બહાર લાવી શકે તે માટે આ પ્રકારના પ્રદર્શનો વધુમાં વધુ યોજાવા જોઇએ.

અંતરીક્ષ પ્રદર્શન નિહાળવા ઉપસ્થિત રહેલ. ધો.૮ ની વિધાર્થીની સોઢા પરીના અને લોઢારી પરીતાએ હર્ષ સાથે કહ્યુ કે, ચંદ્રયાન-૨, મંગળયાન રોકેટ, વગેરે વિશે અહીં જાણવા મળ્યુ અને મોડેલ બનાવવાની પ્રેરણા મળી છે. શિક્ષક દિપકભાઇ વીઠલાણી અન્ય શિક્ષકોની જેમ પ્રદર્શનમા ઉપસ્થિત રહી સ્પેસ પ્રદર્શન નિહાળીને ઇસરોની કમગીરી, મંગળયાન, ચદ્રયાન, રોકેટ, વિશે માહિતગાર થયા તથા વિધાર્થીઓને પ્રેરણા પુરી પાડી હતી. ચંદ્રપાન-૨ નું મોડેલ બનાવનાર વિદ્યાર્થી રીષિેકેશ વ્યાસે કહયુ કે, ચંદ્રપાન-૨ બનાવીને હું પણ વૈજ્ઞાનિક જેવી જ ખુશી અનુભવુ છે. ઇસરો આવા કાર્યક્રમો કરે છે એ ખુબ જ ઙ્ગઙ્ગસારી બાબત છે. પોતાની પૈાત્રીની કૃતિ નિહાળવા આવેલ વર્ષાબેન ચમે કહયુ કે, મારી પ્રૈાત્રીએ સોલાર વોટર પમ્પ બનાવ્યો છે. અંતરીક્ષ પ્રદર્શનમા વિધાર્થીઓ તો આવતા જ હોય છે. સાથે સાથે વાલીઓએ પણ જોડાવુ જોઈએ. જેથી નવુ જ્ઞાન મળી શકે.

આજના બાળકો કાલનુ ભવિષ્ય છે. દેશમાં જેમ શિક્ષક, ડોકટર, વકિલની જરૂરીયાત છે. તેમ દેશને સારા વૈજ્ઞાનિકોની પણ જરૂરિયાત હોય છે. વિજ્ઞાનએ પ્રેકટીકલ વિષય છે. જુદા-જુદા અઢળક પ્રયોગો કર્યા પછી વૈજ્ઞાનિકોને સફળતા મળતી હોય છે. ત્યારે વિધાર્થીઓ નાનપણથી જ પોતાનામાં રહેલી વૈજ્ઞાનિકવૃતિ થકી વિવિદ્ય પ્રયોગો કરી અનુભવો મેળવે, તથા અન્યની કૃતિઓથી પ્રેરણા મેળવે અને બીજાને પ્રેરણાપુરી પાડે તે ખુબજ જરૂરી છે. લોકોમા અને ખાસ વિધાર્થીઓ ઇસરોની કામગીરી સમજે, અંતરિક્ષ વિજ્ઞાનમા ભારતે મેળવેલ સફળતાનો ખ્યાલ આવે, તથા એક વૈજ્ઞાનિકવૃતિ કેળવાય તે ખાસ જરુરી છે. પ્રદર્શનની તસ્વીરો

(11:44 am IST)