Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

ઠંડીમાં ભારે રાહત, પવન પણ પડી ગયો'ને ઝાકળ વરસી

લઘુતમ તાપમાનનો પારો સડસડાટ ઉંચે ચડી ગયોઃ નલીયા ૧૧.૬, રાજકોટ ૧૬.૦ ડિગ્રી

રાજકોટ, તા. ૭ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા બે દિવસથી ઠંડીમાં ભારે રાહતનો અનુભવ થઈ રહ્યો છે. જેના કારણે લોકોને હાશકારો થયો છે.

ગઈકાલે પવનના ભારે સૂસવાટા રહ્યા બાદ આજે સવારથી પવન પણ પડી ગયો છે.

આજે સવારે ભેજનું પ્રમાણ વધતા જોરદાર ઝાકળવર્ષા થઈ હતી. જેના કારણે વાહન વ્યવહારને ભારે અસર પહોંચી હતી.

જૂનાગઢ

જૂનાગઢઃ જૂનાગઢ વિસ્તારમાં આજે સવારે જોરદાર ઝાકળ વર્ષા થઈ હતી. આ સાથે તાપમાન વધીને ૧૫.૯ ડિગ્રી નોંધાતા ગુલાબી ઠંડી રહી હતી.

ગઈકાલે સપ્તાહના પ્રથમ દિવસે જૂનાગઢનું લઘુતમ તાપમાન ૧૨.૭ ડિગ્રી નોંધાયા બાદ આજે પારો ૩.૨ ડિગ્રી વધીને ૧૫.૯ ડિગ્રીએ સ્થિર થયો હતો, જેના પરિણામે ઠંડીમાં ધરખમ ઘટાડો થયો હતો.

જો કે આજે વહેલી સવારથી જોરદાર ઝાકળવર્ષા થતા માર્ગો ભીના થઈ ગયા હતા અને માટીની સુગંધ સાથે વાતાવરણ મહેકી ઉઠયુ હતું.

ઝાકળવર્ષાને લઈ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને ૯૦ ટકા ઉપર પહોંચી ગયુ હતું. પવનની પ્રતિ કલાકની ઝડપ ૨.૭ કિ.મી.ની રહી હતી.

જામનગર

 જામનગરઃ શહેરનું આજનું હવામાન ૨૮ મહત્તમ, ૧૬ લઘુતમ, ૭૫ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૫ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

કયાં કેટલો ભેજ - લઘુતમ તાપમાન ?

શહેર

હવામા ભેજ

લઘુતમ ટકા તાપમાન ડિગ્રી

અમદાવાદ

૭૩

૧૬.૭

ડીસા

૬૯

૧૪.૪

વડોદરા

૭૩

૧૫.૪

સુરત

૬૮

૨૦.૨

રાજકોટ

૭૯

૧૬.૦

કેશોદ

૯૧

૧૫.૨

ભાવનગર

૮૬

૧૭.૬

પોરબંદર

૮૦

૧૬.૭

વેરાવળ

૮૯

૧૯.૩

દ્વારકા

૭૭

૧૬.૪

જામનગર

૭૫

૧૬.૦

જૂનાગઢ

૯૦

૧૫.૯

ઓખા

૭૦

૧૮.૬

ભૂજ

૭૪

૧૨.૮

નલીયા

૮૬

૧૧.૬

સુરેન્દ્રનગર

૭૯

૧૭.૦

ન્યુ કંડલા

૭૫

૧૫.૧

કંડલા એરપોર્ટ

૭૫

૧૪.૮

અમરેલી

૭૭

૧૬.૦

ગાંધીનગર

૮૨

૧૫.૦

મહુવા

૮૪

૧૭.૫

દિવ

૬૨

૧૭.૨

વલસાડ

૭૬

૧૭.૧

વલ્લભવિદ્યાન.

૭૫

૧૬.૯

(1:11 pm IST)