Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

મોરબી જિ.માં રેશનીંગની દુકાનેથી કનેકટીવીટી ખોરવાઇ જવાથી નિયમીત જથ્થો મળવામાં મુશ્કેલી

કનેકટીવીટીનો પ્રશ્ન હોય તો રજીસ્ટ્રરમાં નોંધીને પુરવઠો આપવા માંગણી

મોરબી તા.૭ : રાજય સરકાર દ્વારા અનાજનો જથ્થો બારોબાર ન ઉપડી જાય અને ગરીબ માણસોને તે જથ્થો સમયસર મળે તે માટે સરકારે ફીંગર પ્રિન્ટ આપ્યા બાદ જથ્થો મળે તેવી વ્યવસ્થા કરેલ પરંતુ આ વ્યવસ્થાથી અવાર નવાર કનેકટીવીટી ખોરવાઇ જવાથી ગ્રાહકો પરેશાન થાય છે. અનેક વખત ધકા થાય છે છતા ગ્રાહક કંટાળી નેતે મળતો લાભ જતો કરે છે.

ઘણીવખત એવું બને છેકે ગ્રાહક ત્રણથી ચાર કી.મી.દુરથી આવતો હોય તો પણ તેને યાત્રીક ખામીને કારણે પરત જવુ પડે છે અને દુકાન દ્વારા ઘણા પ્રયત્નો કરે છે.પરંતુ એરર આવવાથી ગ્રાહકના ફીંગરપ્રિન્ટ પણ આવતા નથી અંતે ગ્રાહકને દુકાનદારસાથે ઘર્ષણ થાય છે. અને આ બાબતે દુકાનદારો પણ કંટાળી ગયા છે.

આ બાબતે સરકારે જયારે કનેકટીવીટી ખોરવાઇ જાય ત્યારે રજીસ્ટરમાં નોંધ કરીને આપવાની જોગવાઇ કરવી જોઇએ સરકાર કરોડો રૂપિયા ગરીબ પાછળ ખર્ચ કરે છે. પરંતુ આવી સામાન્ય બાબતને કારણે આ લાભ ગરીબ સુધી પહોંચતો નથી જે ઘણીજ ગંભીર બાબત ગણાય જો કોઇ દુકાનદાર રજીસ્ટરમાં નોંધ કરીને વિતરણ કરે તો તેને નોટીસ આપી દંડવસુલ કરવામાંં આવે છે. તે પણ વ્યાજબી નથી આ બાબતે માન મંત્રી જયેશભાઇ રાદડીયા અન્ન અને નાગરીક પુરવઠા ગાંધીનગર ખાતે અહીના સલાહકાર પી.પી.જોષીએ રજુઆત કરી યોગ્ય કરવા વિનંતી કરેલ છે.

(11:42 am IST)