Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

ખંભાળિયામાં નાગરિકતા કાયદાના સમર્થનમાં રેલી

ખંભાળિયા, તા. ૭ :. ગઈકાલે સાંસદ પૂનમબેન માડમની આગેવાની હેઠળ નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યુ હતું.

સાંસદ પૂનમબેનની આગેવાનીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો, આગેવાનો આ કાર્યમાં જોડાયા હતા. ખંભાળિયામાં વોર્ડ નં. ૩, ૪, ૫ અને નાગરગેઈટ, આનંદ કોલોની, નવાપરા, સોસાયટી, ચુનારાવાડ વિ. સ્થળોએ સાંસદ પૂનમબેન તથા આગેવાનો ગયા હતા જેમને વ્યાપક આવકાર મળ્યો હતો તથા તેમનુ ભવ્ય સ્વાગત કરીને સ્વાગત બોર્ડ તથા બીલના સમર્થનમાં નારા લગાવ્યા હતા.

સાંસદ પૂનમબેન માડમની સાથે કાળુભાઈ ચાવડા, દિનેશભાઈ દત્તાણી, અનિલભાઈ તન્ના, અશોક કાનાણી, ઈન્દ્રજીતસિંહ પરમાર, શ્વેતાબેન શુકલ (પાલિકા પ્રમુખ), ઉપપ્રમુખ પી.એમ. ગઢવી, યોગેશ મોટાણી, પરબત ભાદરકા તથા મહિલા કાર્યકરો જોડાયા હતા તથા આ કાયદાના સમર્થનમાં હસ્તાક્ષર - સહી અભિયાન પણ શરૂ કરાયુ હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ગઈકાલે સી.એ.એ. તથા એન.આર.સી. કાયદાના સમર્થનમાં તથા જાગૃતિ માટે કાર્યક્રમો યોજાયા હતા.

દેવભૂમિ દ્વારકા જિ.પં. પ્રમુખ પી.એસ. જાડેજા, જિ. ભાજપ પ્રમુખ કાળુભાઈ ચાવડા, જિ.પં. શાસક પક્ષના નેતા મયુરભાઈ ગઢવી, પરબતભાઈ વરૂ, જે.કે. કણઝારીયા, ટપુભાઈ સોનગરા, પીઠાભાઈ વારોતરીયા, વિક્રમભાઈ બેલા, કીર્તિરાજસિંહ જાડેજા, ખીમાભાઈ ભોચીયા, કાનજીભાઈ ડાભી, દેવાતભાઈ ગોઝીયા, જયપાલસિંહ જાડેજા, રસીકભાઈ થાનકી, વીરાભાઈ ચાવડા, લલીતભાઈ સોનગરા, કનુભાઈ કાંબરીયા, મહેન્દ્રભાઈ (અ.જા. પ્રમુખ), નગાભાઈ ગાઘેર, કાળુભાઈ ચાવડા, નથુભાઈ ચાવડા, ભીમશીભાઈ બેલા, લાખાભાઈ રાવલીયા, જેઠાભાઈ અમર તથા આગેવાનો જોડાયા હતા.

ધુમથર, જામરાવલ, કલ્યાણપુર, ખીરસરા, દુધીયા, ધતુરીયા સહિતના અનેક ગામોના આગેવાનો પણ જોડાયા હતા.

(11:42 am IST)