Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

ગાંધીજીની પ્રતિમા તોડવા મુદ્દે ઉદ્યોગપતિ સવજી ધોળકિયાને સમન્સ મળી શકે

ઉદ્યોગપતિ સવજી ધોળકિયાની પૂછપરછ કરાશે : અકસ્માતે ગાંધીની પ્રતિમા તૂટી હોય તેવું ઉભું કરી પોલીસ બોલાવીને હંગામો કરવા અંગે ૩ ઓડિયો ક્લિપો વાઇરલ

અમદાવાદ, તા. : અમરેલીના લાઠી તાલુકાના દુધાળા ગામમાં શનિવારે ગાંધીજીની પ્રતિમાના અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી ટુકડેટૂકડા કરી નાંખ્યા હતા. અંગે ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો. આથી અમરેલી એસપી સહિત અંગે તપાસ કરી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલી ત્રણ ઓડિયો ક્લિપ સામે આવતાં ભારે ચકચાર મચી ગઇ છે. ઓડિયોકિલપમાં એક શખ્સ બીજા શખ્સને કહે છે કે, અકસ્માતે પ્રતિમા તૂટી હોય તેવું ઉભું કરી પોલીસને બોલાવીને હંગામો કરવાનો છે તેમજ અંગે દાદાને ખબર છે પણ તેનું નામ આવે તે ધ્યાન રાખવાનું છે. આથી એસપીએ ત્રણેય ઓડિયોક્લિપના આધારે તપાસ હાથ ધરી છે. ત્રણેય ક્લિપ ધોળકિયા ફાઉન્ડેશનના માણસોની હોવાનું સામે આવ્યું છે.

            તો, પોલીસે સ્થાનિક ઉદ્યોગપતિ સવજી ધોળકિયાને પણ સમન્સ પાઠવી તેમની પૂછપરછ કરવાની તજવીજ હાથ ધરી છે. ઓડિયોક્લિપમાં પ્રતિમા સીસીટીવીમાં આવે તેનું ધ્યાન રાખજો તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધોળકિયા ફાઉન્ડેશનના માણસો શંકાના દાયરામાં છે. એસ.પી. દ્વારા તપાસ રૂ કરવામાં આવી છે. એસ.પી. નિર્લિપ્ત રાયે ટ્વીટ કરીને ગાંધીજીની પ્રતિમા તૂટવાની ઘટના આકસ્મિક હોઇ તથ્ય તપાસ બાદ બહાર આવશે તેવું જણાવ્યું હતું. અંગે લાઠી પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ દાખલ કરવામાં આવતા ધોળકિયા ફાઉન્ડેશનના માણસોની મુશ્કેલી વધી શકે છે.

            આ અંગે એએસપી ઓફિસર પ્રેમસુખ દેલુએ જણાવ્યું હતું કે, મૂર્તિ ટ્રેક્ટરથી ખંડિત થઇ હતી. અંદેર ટ્રેક્ટર પાણી માટે જાય છે તેનાથી ખંડિત થયાનું બહાર આવ્યું છે. ઉપરાંત ઓડિયો ક્લિપ વાઇરલ થઇ છે તેઓના મોબાઇલ કબ્જે કરી એફએસએલમાં મોકલી દેવામાં આવ્યા છે. તેમજ ટ્રેક્ટર પણ કબ્જે કરી લેવામાં આવ્યું છે. બનાવ જે કોઇ સામેલ હશે તેઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે હાલ તો, પ્રકરણમાં ઉદ્યોગપતિ સવજી ધોળકિયા અને તેમના માણસોની પૂછપરછ માટેની તજવીજ હાથ ધરી છે, જે માટે ધોળકિયાને સમન્સ પાઠવવા પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે

(9:00 am IST)