Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

વાંકાનેર તાલુકા પોલીસનો સપાટો : ગુંદા ગામની સીમમાંથી જુગાર રમતા સાત ઝડપાયા : 1,57 લાખનો મુદામાલ જપ્ત

 

વાંકાનેર તાલુકાના દીઘલીયા ગામની ગુંદાની સીમમાં જુગાર રમતા સાતને ઝડપી લઈને પોલીસે રોકડ તેમજ મોબાઈલ સહીત ૧.૫૭ લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો છે

ઇન્ચાર્જ એસપી ડી જી ચૌધરીની સુચના અને ઇન્ચાર્જ ડીવાયએસપી વી બી જાડેજાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પીએસઆઈ આર પી જાડેજાની ટીમે બાતમીને આધારે દિઘલીયા ગામની ગુંદાની સીમ સરધારકા જવાના રસ્તે રસુલભાઈ ખોરજીયાની વાડીમાં આવેલ પોટ્રી ફાર્મમાં દરોડો કરો હતો

જેમાં જુગાર રમતા રસુલ સાવદીભાઈ ખરોજીયા,લખમણ ધીરૂભાઈ કોળી, છનાભાઇ રવજીભાઈ કોળી, ચોથાભાઇ રૂપાભાઇ કોળી, પાંચાભાઈ રૂપાભાઇ કોળી, હરેશભાઈ ગાંડુંભાઈ કોળી અને ભરત દેવાભાઈ ભરવાડ એમ સાતને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૭૬,૪૫૦ તેમજ કાર કીમત રૂ ૪૦,૦૦૦, એક બાઈક કીમત રૂ ૩૦,૦૦૦ અને છ મોબાઈલ કીમત રૂ ૧૧,૦૦૦ સહીત કુલ રૂ ૧,૫૭,૪૫૦ ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે

આ કામગીરીમાં વાંકાનેર તાલુકા પીએસઆઈ આર પી જાડેજાની ટીમના હિતેન્દ્રસિંહ ભીખુભા, વિજયભાઈ નાગજીભાઈ, રવિકુમાર જીણાભાઇ, શિવરાજસિંહ ઇન્દ્રસિંહ અને બલદેવસિંહ મહાવીરસિંહ સહિતની ટીમ રોકાયેલ હતી.

(9:00 am IST)