Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

એચ.પી.દોશી ટીમ દ્વારા મામલતદારની સંડોવણી વાળા માળિયા મીયાંણાના મસમોટા ઐતિહાસીક ભ્રષ્ટાચારનાં પર્દાફાશની ભીતરમાં : ખંભાળિયા, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર, રાજકોટ,ભુજ, ગાંધીધામ સહીત આઠ એસીબી પીઆઇની મદદ કેશવકુમાર દ્વારા આપવામાં આવી હતી

રાજકોટ : રાજકોટ માળિયા-મીયાણા નગરપાલીકામાં  સને. ર૦૧પ તથા ર૦૧૬ ના  વર્ષમા થયેલ ભ્રષ્ટાચારના આરોપસરની અરજી મળ્યા બાદ  રાજકોટ એકમના મદદનીશ નિયામક હીમાંશુ દોશીના સુપરવિઝન હેઠળ તપાસ હાથ ધરી, માળીયા મીયાણાંના જુદા જુદા વિસ્તારોમા મેટલ રોડ બનાવવા તથા રીપેર કરવા તથા મોરમ નાખવાના તેમજ તે અંગેના ભાડાના બીલો મંજુર કરવામા જરુરી કાર્યવાહી વગર થયેલી કામગીરી બદલ વિવિધ કલમો હેઠળ એસીબીએ કાર્યવાહી કરી મામલતદાર એમ.એમ.સોલંકી સહીત નવ આરોપીઓની એક સાથે અટક કરી ઇતિહાસ સર્જી દીધો. આવી ઐતિહાસિક કામગીરી  કરવા માટે કેશવકુમાર સાથે ચર્ચા કર્યા બાદ  ભાવનગર, ખંભાળિયા, જામનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, ભુજ, ગાંધીધામ અને અમદાવાદના આઠ એસીબી પી.આઇ.ની મદદ લઇ સમગ્ર ઓપરેશન પાર પાડવામા આવેલુ. આ વાતની ભાગ્યેજ કોઇને જાણ હશે.

એસીબી તપાસમાં  આ કામના આરોપી  તત્કાલીન ચીફ ઓફીસર માળીયા મીયાણા નગરપાલીકા હાલ મામલતદાર અને એકઝી.મેજી. જસદણએ આરોપી નં. ૪ અબ્દુલ હુસેનભાઇ મોવર, તત્કાલીન માળીયા મીયાણા નગરપાલીકા પ્રમુખ સાથે મળી આરોપી સુભાનભાઇ અલારખાભાઇ તથા આરોપી અબ્દુલ કાદર ઇલ્યાસભાઇ વિગેરે વર્કઓર્ડર, તાંત્રિક મંજુરી, પ્લાન નકશા, ટેન્ડર, જેવી નિયમ મુજબની કાર્યવાહી કર્યા વગર ખોટા દસ્તાવેજો પોતાના અંગત ઉપયોગ માટે તૈયાર કરવાનો આરોપ હતો. આ કામમાં અન્ય કોન્ટ્રાકટર સલમાન, નુરમામદ, દીલાવર, હનીફભાઇ, અને અલારખાભાઇએ બીલો પાસ કરી ચુકવ્યા હોવાનુ એસીબી પી.આઇ.  એમ.બી. જાનીની તપાસમા બહાર આવ્યુ હતુ. આ બનાવની વિશેષ તપાસ  પી.આઇ. સી.જે. સુરેજા, રાજકોટ એકમના મદદનીશ નિયામક એચ.પી.દોશીની સુપરવીઝનમાં થયેલી.

(9:25 pm IST)