Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

ગોમતીઘાટની દુર્દશા...

 દેશના પવિત્રયાત્રા ધામ દ્વારકામાં ભગવાનના દર્શનાર્થે  તથા ગોમતીજીમાં સ્નાન અને પિતૃકાર્ય માટે દેશ-વિદેશથી અનેક લોકો આવતા હોય છે. સરકાર એ ગોમતી ઘાટને વિકસાવવાની કામગીરી હાથ ધરેલ જેમાં દરૂખા, છત્રી, પગથીયા જેવા અનેક કામો હાથ ધરવામાં આવેલ અને આ કામમાં ભ્રષ્ટાચારના વિવાદો પણ બહાર આવેલા છે. ગોમતી ઘાટના મોટાભાગના પગથીયા તુટી ગયેલા નજરે પડે છે. તો ગોમતી ઘાટ પર રખડતા ઢોરનો પણ ખુબ જ ત્રાસ જોવા મળી રહ્યો છે. ઠેરઠેર ગંદકી અને કચરાના ગંજ છે તો તાજેતરમાં બનાવાયેલા સુદામા સેતુના પંચતિર્થ તરફના છેવાડે આવેલી સોલાર લાઇટો પણ તુટી જવા પામી છે. થાંભલાઓમાં એક તરફની લાઇટો જ ગુમ છે. પવિત્ર યાત્રાધામ બોર્ડ અને સરકારી તંત્ર વિશ્વના અને દેશના આવા મોટા યાત્રાધામની જાળવણી અને વિકાસમાં બેદરકારી દાખવી દેશની ગરીમાને ઝાંખપ લાગડી રહ્યા છે.(તસ્વીરઃ વિશ્વાસ ઠક્કર)(૭.૧૬)

(4:29 pm IST)