Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

માળીયા નગરપાલીકાની ૧.૦૮ કરોડની ઉચાપત કેસમાં ચીફ ઓફીસર-પ્રમુખ સહિત ૧૦ સામે કાર્યવાહી

ઇન્ચાર્જ ચીફ ઓફીસર સોલંકી, કર્મચારી, સુભાન મેર, અબ્દુલ કટીયા, પ્રમુખ અબ્દુલ મોવર, તથા હુસેન સંધવાણી, નુરમાજાદ ભટ્ટી, દીલાવર જામ, હનીફ કંટીયા અલ્લારખા જેડાની ધરપકડ

મોરબી, તા.૭: માળિયા નગરપાલિકામાં ખોટા બીલો બનાવીને ૧.૦૮ કરોડના ઉચાપત કેસમાં એસીબી ટીમે ઇન્ચાર્જ ચીફ ઓફિસર, પાલિકા પ્રમુખ અને બે કર્મચારી સહીત ૧૦ સામે ગુન્હો નોંધાયા બાદ નવ આરોપીની અટકાયત કરવામાં આવી છે

 મળતી વિગત મુજબ મોરબી એસીબીના ઇન્ચાર્જ પીઆઈ એમ બી જાનીએ. માળિયા પાલિકાના ઉચાપત કેસમાં ફરિયાદી બનીને ફરિયાદ નોંધાવી છે જેમાં માળિયા પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર એમ એમ સોલંકી પાલિકાના કર્મચારી સુભાન અલારખા મેર, અને અબ્દુલ કાદર ઇલીયાસ કટીયા તેમજ તત્કાલીન પાલિકા પ્રમુખ અબ્દુલ હુસેન મોવર રહે માળિયા તેમજ મળતિયાઓ સલમાન હુસેન સંદ્યવાણી, નુરમામદ અબ્દુલા ભટ્ટી, દીલાવર ઇસુબ જામ ,હનીફ જુસબ કટીયા ,અલ્લારખા ઓસામણ જેડા રહે બધા માળિયા અને પોપટ દેવજી ધોળકિયા રહે મોરબી વાળા સામે ફરીયાદ નોંધાવી હતી. જેમાં આરોપીઓ માળિયા નગરપાલિકામાં ઇન્ચાર્જ ચીફ ઓફિસર સોલંકીએ ૧૮/૪/૧૮ થી ૧૩/૫/૧૮ દરમ્યાન પાલિકા પ્રમુખ અને બે કર્મચારી સાથે મળીને વર્ષ ૨૦૧૫/૧૬મા રોડ રસ્તાના કામ નહી કરી, આવા કામ કર્યા અંગે અન્ય મળતિયાઓ સાથે મળીને તેઓના નામના ખોટા બીલ રુ.૧,૦૮,૧૨,૫૯૫/-ના બનાવી ખોટા દસ્તાવેજો બનાવી, ખરા તરીકે ઉપયોગ કરી, સતાનો દુરઉપયોગ કરી, સરકારી નાણાની ઉચાપત કરી, ગુનાહીત કાવતરૃં રચી, એક બીજાની મદદગારી કરી ગુન્હો કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે રાજકોટ એસીબીના મદદનીશ નિયામક એચ પી દોશીના માર્ગદર્શન હેઠળ રાજકોટ ગ્રામ્ય એસીબી ટીમના પીઆઈ સી જે સુરેજાની ટીમે પાલિકામાં ચીફ ઓફિસરના ચાર્જમાં રહેલ મામલતદાર પર સત્ત્।ાનો દુરુપયોગ કરી રોડ રસ્તાના કામોના રૂ ૧,૦ં,૧૨,૫૯૫ ની ઉચાપત કરી હોય જે અંગે ગુન્હો નોંધાયા બાદ નવ આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે.(૨૨.૩)

 

(12:05 pm IST)