Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

ગોંડલમાં ૪ હજારની લૂંટનો ભેદ ઉકેલાયો : ત્રણ શખ્સો પકડાયા

રાજકોટ, તા. ૭ : રાજકોટ રૂરલ એસપી બલરામ મીણાની સુચનાથી ગોંડલ ડીવાયએસપી એચ.એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ ગોંડલ સીટી પોલીસ મથકના પીઆઇ કે.એન. રામાનુજ તથા પીએસઆઇ એ.એમ. ઠાકોર, નરેન્દ્રસિંહ જાડેજા, પરાક્રમસિંહ ઝાલા, પ્રભાતસિંહ પરમાર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમિયાન કોન્સ. નરેન્દ્રસિંહ જાડેજા તથા પરાક્રમસિંહ ઝાલાને હકીકત બાતમી મળતા નવાજ હનીફભાઇ જાણવાની, તોહિત ઇકબાલભાઇ શેખ, સોહિલભાઇ હરૂણભાઇ મકરાણીને પકડી લીધો હતો. ત્રણ શખ્સોએ બે દિવસ પહેલા માંડવી ચોક પાસે થયેલ લૂંટ કરી નાસી છૂટયા હતા.

આ ત્રણ શખ્સોએ ભુણાવા ગામે ફરીયાદી નિલેશભાઇને ભાડાથી પોતાની રીક્ષામાં બેસાડી ભૂણાવા લઇ જવાના બદલે ગોંડલ પાસે આવેલ આશાપુરા ગાર્ડન પાસે આવેલ અવાવરૂ જગ્યાએ લઇ જઇ નિલેશ તથા તેની સાથે રહેલ મિત્રને રીક્ષામાંથી નીચે ઉતારી ઢીકા પાટુનો માર મારી છરી બતાવી ફરીયાદી નિલેશભાઇના ખીસ્સામાંથી રૂ. ૧૦૦૦ તથા શ્યામજી શ્રી રાજેન્દ્રભાઇ પાસવાન પાસેથી રોકડ રૂ. ર૮૦૦ તથા એક મોબાઇલ કિ.રૂ. ૧૦૦૦ મળીને કુલ ૪૮૦૦ની લૂંટ કરી નાશી છુટયા હતા. ગોંડલ સીટી પોલીસે તપાસ દમ્યાન આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડી ગોંડલ સીટી પોલીસ મથકના પીએસઆઇ એ.એમ. ઠાકોર તથા તેના રાઇટર પ્રભાતસિંહ પરમારે હાથ ધરી છે. (૮.૮)

(12:05 pm IST)