Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

મેંદરડાના મોટી ખોડીયા ગામે વાડીમાં દિપડો ત્રાટકયોઃ ૧૦ વર્ષના બાળકને ઇજા

મેંદરડા તા. ૭ :.. મેંદરડાના મોટી ખોડીયા ગામે ૧૦ વર્ષના ર્ીબાળક પર દીપકડો ત્રાટકયો હતો. ર૪ કલાક માં જ મેંદરડાના વન વિભાગ દ્વારા દિપડો પાંજરે પુરાયો હતો.

રેન્જ ફોરેસ્ટ ઓફીસર ડેડકડી, એસ. બી. ખાંભલા, એ.એ. ભાલીયા ફોરેસ્ટર, ગાર્ડ ટી. બી. લીબડીયા, પીયુસ વાળાને જાણ થતા તરત જ તે જગ્યા પર પાંચપાંજરા  મુકવામાં આવ્યા હજી પણ ગામ લોકોનું કહેવુ છે કે હજુ પણ  પાંચ દીપડાઓ વાળીઓમાં આંટા મારે છે.

નિમેશભાઇ ગોબરભાઇ પટોળીયાની વાડીમાં એમપીથી આવેલ શ્રમિક પરિવાર કામે આવ્યા હોય. બાળક ગોવિંદ રમેશભાઇ રમી રહ્યો હતો ત્યારે દીપડાએ હૂમલો કર્યો બાળકનો અવાજ સાંભળી માતા બહાર આવી જતા એને રાડોરાડ કરી એટલે દીપડો ત્યાંથી નાસી ગયો બાળકને ૧૦૮ ની ટીમ ઇએમટી વર્ષાબેન વાજા પાયલોટ ઉપેન્દ્રભાઇ મેંદરડા સરકારી દવાખાને ખસેડાયા ત્યાંથી જુનાગઢ રીફર કરાયા હતાં. મુકેશભાઇ પરસોતમભાઇ કાછડીયા ડો. યસવંત પટોળીયા આ માહીતી આપી હતી. (પ-ર૧)

(12:03 pm IST)