Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

ઉપલેટામાં અર્બન હેલ્થ સેન્ટરની બહેનો દ્વારા ટેકો મોડયુલ-ર ની તાલીમનો વિરોધ

ઉપલેટા, તા. ૭ : હાઇવે પર આવેલ શહેરી આરોગ્ય કેન્દ્રની ઓફીસમાં યોજાનાર ટેકો મોડયુલ-ર તાલીમનો વિરોધ કરવા માટે ઉપલેટા શહેર તથા તાલુકાની પપ જેટલી આરોગ્ય વિભાગની બહેનો દ્વારા વિવિધ માંગણીઓને લઇને વિરોધ નોધાવ્યો હતો.

તેમના જણાવ્યા મુજબ ટેકોના મોડયુલ ફેમીલી હેલ્થ સર્વેનું કાર્ય કરેલ હતું અને તે સમયે ડેટાની એન્ટ્રી પણ વ્યવસ્થિત કરવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા આ કામની સરાહના પણ કરવામાં આવેલ પણ હાલમાં સ્થળાંતરીત તથા વાડી વિસ્તારમાં જે લોકો ૬ મહીનાથી કે ઘણા સમયથી અન્ય સ્થળે રહેવા જતા રહેલ હોય તેવા લોકોની એન્ટ્રી પણ તંત્ર દ્વારા આ કર્મચારીઓ પાસેથી કરાવવામાં આવે છે જે યોગ્ય નથી. આવા લોકોની ચોક્કસ અને સચોટ માહિતી ના હોય જેનો વિરોધ કરીએ છીએ. ટેકોના માનસિક દબાણના કારણે મોટી ઉંમરના બહેનોમાં ડાયાબીટીસ અને બ્લડપ્રેશરની તકલીફો જોવા મળે છે. હાલ અર્બન હેલ્થમાં આવેલ નવા સ્ટાફને જાહેર રજાનો પણ લાભ મળતો નથી. બહેનો દ્વારા શનિવારની અડધા દિવસની રજા પણ મીટીંગ કે ટ્રેનીંગ જેવા અનેક કારણે શોધીને કેન્સલ કરવામાં આવે છે. આખો દિવસ ભરેલ હોવા છતાં વળતર કે રજા આપવામાં આવતી નથી. ઘણા સમયથી શનિવાર કે રવિવાર તેમજ જાહેર રજાનો કોઇપણ લાભ મળેલ નથી. કુલ ૪ર પ્રકારની કામગીરી કરવામાં આવે છે. આ એક પ્રકારનું શોષણ છે. ટેકો કામગીરી એકલાથી માંડ પૂરી થાય છે અને મમતા દિવસે જે તે એન્ટ્રી શકય નથી તેમજ ટેકો એન્ટ્રી જે તે દિવસે કરવાની ચિંતામાં મમતા દિવસ ગુણવતાસભર થઇ શકતા નથી. જેનો લઇને ટેન્શમાં રહીયે છીએ આવી અનેક ફરીયાદો બહેનો દ્વારા કરવામાં આવી હતી. (૮.૭)

(11:57 am IST)