Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

કોટડાસાંગાણી તાલુકા ભાજપ વધુ મજબૂત બન્યું વેરાવળના ૫૧ આગેવાનો ભાજપમાં

કોટડાસાંગાણી તા. ૭ :  કોટડાસાંગાણીના વેરાવળ ગામ ખાતે લઘુમતી સમાજ ના ૫૧ આગેવાનોને ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરાવી ભાજપમા જોઈન્ટ થતા તાલુકાનું સંગઠન વધુ મજબૂત બન્યું છે. પુર્વ નાયબ મુખ્યમંત્રી નરહરી અમીન ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા જીલ્લા ભાજપ પ્રમુખ ડિ કે સખીયા જીલ્લા મહામંત્રી ભાનુભાઈ મેતા તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ સિંધવ તેમજ ભાજપ ના કાર્યકરો રઘુભાઈ વેકરીયા જગુભાઈ કોરાટ રવિરાજસિંહ જાડેજા જસમતભાઈ સાંગાણી વગેરેઓની હાજરીમાં વેરાવળમા ભાજપના જાહેર કાયક્રમ સભામા લઘુમતી સમાજના આગેવાનોને કેસરીયા ખેસ પહેરાવી તાલુકા ભાજપ પ્રમુખે આવકાર્યા હતા.

આગામી દિવસોમા હજુ અન્ય સમાજના આગેવાનો તેમજ કોગ્રેસના આગેવાનો પણ તાલુકા ભાજપ પ્રમુખ ના સંપર્કમા હોય આગામી દિવસો મોટી સંખ્યામાઙ્ગ આગેવાનો કેસરીયો ખેસ પહેરી ભાજપમા જોઈન્ટ થઈ તાલુકાના સંગઠનને વધુ મજબૂત બનાવવા જઈઙ્ગ રહ્યા છે ત્યારે કોંગ્રેસનો ગઢ ગણાતો કોટડાસાંગાણી તાલુકાનુ કોંગ્રેસ પોતાનું ઘર સંભાળે ગઢના કાંગરા પાડી દેવાનો તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ સિંધવે દાવો કરતા તાલુકાના રાજકારણમા ગરમાવો જોવા મળ્યો છે.(૨૧.૧૫)

(11:55 am IST)