Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

ગાંધીધામ : ચાની હોટલે મજૂરોની ચર્ચા દરમિયાન હત્યાનો ભેદ ઉકેલાયો

રેલવે ગુડ્સ શેડમાં મળેલી લાશ : હત્યા હોવાનું ખુલ્યું

ભુજ તા. ૭ : ગાંધીધામના રેલવે ગુડ્ઝ શેડમાં બે દિવસ પહેલા મળી આવેલીઙ્ગ એક યુવાનની લાશ ના ગુનાનો ભેદ ઉકેલાયો છે. રેલવે ગુડ્ઝ મધ્યે આવેલ ચા ની હોટલે ટ્રક ડ્રાઇવરો, કલીનરો અને મજૂરોની ચર્ચા દરમ્યાન જેની લાશ મળી હતી તે યુવાન ભોલુ ઉર્ફે બાબુ ખીમજી પરમાર નો ઝઘડો કમલેશ યાદવ સાથે થયો હોવાની ચર્ચા થઈ હતી.

જેમાં કમલેશે મૃતક યુવાન ને ધોકા વડે માર મારી નીચે પટકયો હોવાની ચર્ચા થઈ હતી. જેના આધારે મૃતકના બનેવીએ પોલીસને જાણ કરી હત્યાની ફરિયાદ લખાવી છે. આરોપી અને મૃતક બન્ને અગાઉ કોઈ ગુણ દરમ્યાન ભુજની જેલમાં મળ્યા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.(૨૧.૧૩)

(11:55 am IST)