Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

જૂનાગઢમાં ડબલ મર્ડર કેસમાં વધુ એક આરોપીની ધરપકડ

મુખ્ય આરોપી આસિફ ચૌહાણના નાનપણના મિત્ર ઈકબાલ શેખની પણ પોલીસે ધરપકડ કરી

જૂનાગઢમાં ડબલ મર્ડર કેસમાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી લીધી છે. મુખ્ય આરોપી આસિફ ચૌહાણના નાનપણના મિત્ર ઇકબાલ શેખને પોલીસે ઝડપી પાડ્યો છે. ઘટનાની વાત કરીએ તો આરોપી આસિફ ચૌહાણને મૃતકની પત્ની સાથે પ્રેમસંબંધ હતો અને તે તેની સાથે લગ્ન કરવા માગતો હતો પરંતુ મૃતક રફીક તેમા અડચણરૂપ હતો. આ કારણે આરોપીએ મૃતકની પત્ની સાથે મળીને હત્યાનો પ્લાન ઘડ્યો હતો.

  આ પ્લાનના અનુસંધાને અત્યારે ઝડપાયેલ આરોપી ઈકબાલ આઝાદે અમદાવાદની ઉમા કેમિકલ નામની કંપનીમાંથી સાડીમાં ચમક લાવવાના બહાને સાઇનાઇડ મંગાવી આપ્યુ હતુ. બાદમાં આરોપીએ મૃતકની સોડાની બોટલમાં સાઇનાઇડ ભેળવી હત્યાને અંજામ આપ્યો હતો. હાલ તો પોલીસે આરોપી ઇકબાલ શેખને ઝડપી આ મામલે વધુ પૂછપરછ હાથ ધરી છે.

(11:52 pm IST)