Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

ભાવનગર શહેર અને જિલ્લાની 7 બેઠકની મતગણતરી એક જ સ્થળે: તૈયારીઓ શરૂ 

--- મતગણતરી માટે કુલ 7 રૂમ તૈયાર કરાયા: મતગણતરીની પ્રક્રિયામાં કુલ 350 કર્મચારીઓ જોડાશે

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બંને તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ હવે મતગણતરીને લઈને તૈયારીઓ આદરી દેવામાં આવી છે. ત્યારે ભાવનગરની સરકારી ઈજનેરી કોલેજ વિદ્યાનગરમાં પણ તૈયારીઓ શરૂ કરાઈ છે.  7 વિધાનસભા બેઠકની મતગણતરી માટે કુલ 7 રૂમ તૈયાર કરાયા છે. મતગણતરીની પ્રક્રિયામાં કુલ  350 કર્મચારીઓ જોડાશે. તો મત ગણતરી સ્થળે થ્રી લેયર સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે.

(8:36 pm IST)