Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

ટંકારામાં નવો બનાવેલ ગેઇટ તૂટી પડયો

ઉગમણા દરવાજા ઉપર દુર્ઘટનાઃ સદનસીબે જાનહાની ટળી

ટંકારા ઉગમણા દરવાજા ઉપરનો નવો બનાવાયેલ સુશોભિત ગેઇટ ઓચિંતા ધરાશાયી થયો હતો. જે તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીરઃ ભાવીન સેજપાલ-ટંકારા)

(ભાવિન સેજપાલ દ્વારા) ટંકારા,તા. ૬ : ટંકારાના ઉગમણા દરવાજા ઉપર નવો બનાવાયેલ સુશોભિત ગેઇટ અચાનક ધરાશાયી થતા દોડધામ મચી ગઇ હતી. સદનસીબે જાનહાની ટળી હતી.

ટંકારા શહેરના ઉગમણા નાકે બનાવવામાં આવેલ પ્રવેશદ્વાર આજે અચાનક તૂટી પડયો હતો. જો કે આ દુર્ઘટનામાં સદભાગ્‍યે કોઇ જાનહાની થઇ ન હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા શહેરના ઉગમણા નાકે આવેલ પ્રવેશદ્વાર આજે બપોરના સમયે અચાનક જ તૂટી પડતા લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી. જો કે સદભાગ્‍યે દુર્ઘટના સમયે કોઇ વાહન કે લોકોની અવરજવર ન હોવાથી કોઇ જાનહાની સર્જાઇ ન હતી.

સ્‍કૂલ બસ માંડ માંડ બચી લોકો પોતાના ઘર-દુકાનેથી ધડાકાભેર અવાજ સાંભળીને દોડયા હતા.

ટંકારા પોલીસ પંચાયતના મંત્રી સહિતના સામાજિક કાર્યકર ઇરફાન ડાડા, ભાવિન સેજપાલ, ,ભાટીયા રમેશભાઇ સહિતના ઘટના સ્‍થળે પહોંચી ગયા હતા.

(3:49 pm IST)