Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

જાફરાબાદમાં સ્‍વાધ્‍યાય મંદિર પાસે બોલાવીને ૪ શખ્‍સોએ માર માર્યોઃ ધમકી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૬: જાફરાબાદ સામાકાંઠે રહેતા જયંતિભાઇ છનાભાઇ બાંભણીયા (ઉ.વ.૪૦)ની પાંચેક માસ પહેલા ખારવા સમાજના પટેલ તરીકે નિમણુંક થયેલ. જેથી ભગા રાણાભાઇ બાંભણીયા, લાખા નાથાભાઇએ સ્‍વાધ્‍યાય મંદિર પાસે બોલાવી પાઇપ વડે માર મારી શર્ટના ખીસ્‍સામાંથી રોકડ રૂ.૨૦૦૦/ કાઢી લઇ રામજી રાણાભાઇ બાંભણીયા, તુલસી ભગુભાઇ બાંભણીયાએ ઢીકાપાટું વડે મારી મારી ધમકી આપ્‍યાની જાફરાબાદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

જમીનના દબાણ પ્રશ્‍ને બોલાચાલી

જાફરાબાદ તાલુકાના વઢેરા ગામે રહેતા  લક્ષ્મણભાઇ મોંડણભાઇ બાંભણીયા (ઉ.વ.૬૦)ની બાજુમાં ભીમા જીણાભાઇ બારૈયાની જમીન આવેલ હોય. ખેતરના દબાણ પ્રશ્‍ને બોલાચાલી કરી લક્ષ્મણભાઇને માથામાં પાઇપ વડે માર મારી લોહી લુહાણ કરી ધમકી આપ્‍યાની જાફરાબાદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

(1:47 pm IST)